(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : આજે દાદરા નગર હવેલીની બેઠક ઉપરથી વિજેતા બનેલા સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરે લોકસભામાં સાંસદ પદના શપથ લીધા હતા. શ્રીમતી કલાબેન ડેલકરની સાંસદ તરીકેની આ બીજી ટર્મ છે.
નવેમ્બર, 2021માં દાદરા નગર હવેલી લોકસભાની બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં શ્રીમતી કલાબેન ડેલકરે શિવસેના તરફથી દાવેદારી કરી ઝળહળતો વિજય મેળવ્યો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં શિવસેના સાથે છેડો ફાડી શ્રીમતી કલાબેન ડેલકરે ભાજપના બેનર હેઠળ દાદરા નગર હવેલી બેઠક ઉપરથી વિજયી થઈ લોકસભામાં પ્રવેશ કર્યો છે.
શ્રીમતી કલાબેન ડેલકરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ત્રીજો કાર્યકાળ 140 કરોડ દેશવાસીઓના કલ્યાણ અને અમૃતકાળના સંકલ્પોથી સભર બન્યો છે ત્યારે તેમની પરિપૂર્તિમાં સહભાગીતા કરવા હંમેશા કટિબધ્ધ રહેવાનો સંકલ્પ પણ પ્રગટ કર્યો છે.
