December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ પોલીસ વિભાગ દ્વારા મોટી દમણની સરકારી સર્વોત્તમ ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં ‘‘નશામુક્‍તિ”ના વિષય ઉપર ચિત્રકળા સ્‍પર્ધા યોજાઈ

સ્‍પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પી.એસ.આઈ. સેજલ પટેલ અને પી.એસ.આઈ. ચેતન પટેલના હસ્‍તે ઈનામો આપી સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25: દમણ પોલીસ વિભાગ દ્વારા ગઈકાલ તા.24મી જૂનના રોજ મોટી દમણ સ્‍થિત સરકારી સર્વોત્તમ ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં ‘‘નશામુક્‍તિ”ના વિષય ઉપર ચિત્રકળા સ્‍પધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં મોટી સંખ્‍યામાં આનંદ-ઉત્‍સાહથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમે હિરલ માધુભાઈ હળપતિ(ધોરણ 9)એ મેળવ્‍યો હતો જ્‍યારે દ્વિતીય ક્રમે કુ. ભૂમિકા હળપતિ(ધોરણ 11 કોમર્સ) અને તૃતિય ક્રમે કુ. જતિના હળપતિ(ધોરણ 11 કોમર્સ) રહ્યા હતા.
આ અવસરે વિજેતા વિદ્યાર્થીઓને પી.એસ.આઈ. શ્રીમતી સેજલ પટેલ અને પી.એસ.આઈ. શ્રી ચેતન પટેલના હસ્‍તે ઈનામો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. દરમિયાન અન્‍ય સ્‍પર્ધક વિદ્યાર્થીઓને પણ પ્રોત્‍સાહક ઈનામો આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.
આ સ્‍પર્ધાનું સફળ આયોજન કરવા માટે પોલીસ વિભાગના કર્મચારીઓ, શાળાના પ્રિન્‍સિપાલ શ્રી ભૂપેન્‍દ્ર પટેલ, મદદનીશ શિક્ષિકા શ્રીમતી પ્રમીલા પી. સોલંકી અને શારીરિક શિક્ષણના શિક્ષક શ્રી મનેષ પટેલે સહયોગ આપ્‍યો હતો.

Related posts

રોહિણાના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

વિધાનસભા બેઠકના પ્રવાસી વિસ્‍તારક મુંબઈના કૃષ્‍ણા આબેકરએ વાપી ભાજપ સાથે મીટિંગ યોજી

vartmanpravah

નાની દમણના રાજીવ ગાંધી સેતૂની બાજુમાં આવેલ ખુલ્લી જગ્‍યામાં ચગાવાતા પતંગોથી પ્રાણઘાતક અકસ્‍માતો સર્જાવાની ભીતિ

vartmanpravah

વાપીમાં નવિન રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરઝડપે ચાલી રહી છે : હેવી બિમ ભરવાનો પ્રારંભ

vartmanpravah

ચીખલીના નોગામા ગામે બે યુવાનોએ એક યુવકનું ગળુ દબાવી હત્‍યા કરતા ચકચારઃ બંને યુવાનોની ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટ્રક ડ્રાઈવરોની સૂચિત હડતાળ મુદ્દે બેઠક મળી

vartmanpravah

Leave a Comment