October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

1975માં કોંગ્રેસે લાદેલી કટોકટીને 50 વર્ષ પૂર્ણ : દાનહ જિલ્લા ભાજપે વિરોધ પ્રદર્શન કરી તત્‍કાલિન કોંગ્રેસ સરકારનાનિર્ણયને વખોડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા 1975માં જાહેર કરાયેલ કટોકટી દિવસને વખોડવા આજે દાદરા નગર હવેલી જિલ્લા ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમના સંયોજક દ્વારિકાનાથ પાંડેની આગેવાની કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ મહામંત્રી જીતુભાઈ માઢા, પ્રદેશ ભાજપ સચિવ શ્રી અનિલ દીક્ષિત, દાનહ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજય દેસાઈ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી હિતેશ લાલ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી, પ્રદેશ મહામંત્રી ઉદય સોનવણે, શ્રી સિદ્ધાર્થ શુક્‍લ, ઉત્તર ભારતીય સેલના પ્રદેશ મહામંત્રી શ્રી સ્‍વતંત્ર તિવારી, શ્રી સુનિલ મહાજન, શ્રી ધીરજ સિંહ, શ્રી મનોજ શ્રીવાસ્‍તવ, શ્રી શાંતનુ પૂજારી, શ્રી અશોક દુબે, શ્રી આર.કે.સિંઘ, શ્રીમતી સુનિતા પાલ, શ્રીમતી પ્રમિલા ઉપાધ્‍યાય, શ્રી સંદીપ તિવારી, શ્રી પ્રફુલ પટેલ, શ્રી જીજ્ઞેશ આહીર સહિત સેલવાસ શહેર જિલ્લા મંડળ મોરચાના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
કાર્યક્રમના સંયોજક શ્રી દ્વારિકાનાથ પાંડેએ ઈમરજન્‍સી અંગે જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા બંધારણ અને લોકશાહીને કલંકિત કરવાના અંધકારમયપ્રકરણને યાદ કરીને આ અંગે જનતાને જાગૃત કર્યા હતા અને સાથે જ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને દેશ કોંગ્રેસ દ્વારા 1975માં જાહેર કરાયેલ ઈમરજન્‍સીને ન તો ભૂલ્‍યો અને ન ભૂલી શકશે.

Related posts

ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈએ દિલ્‍હી ખાતે સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને લીધેલી મુલાકાત: સાંસદશ્રીએ મંત્રીશ્રીનું ઉષ્‍માભર્યું કરેલું અભિવાદન

vartmanpravah

ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ડુંગરા ચણોદમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લીધી

vartmanpravah

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

વલસાડની અદિતિ વિશ્વાસ શેઠે બેંગલુરુની ‘નેશનલ લૉ સ્‍કૂલ ઓફ ઈંડિયા યુનિવર્સિટી’ની પ્રવેશ પરીક્ષામાં 23મું સ્‍થાન પ્રાપ્ત કર્યું

vartmanpravah

મોદી સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણી કાર્યનો પ્રારંભ પરિયારી ગામથી કરાશે : આજે જન જાગૃતિ માટે પરિયારી કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન

vartmanpravah

દમણ જિલ્લાના શિક્ષકો માટે ક્રિયાત્‍મક સંશોધન અંતર્ગત ડાયટ ભવન, દમણના શિક્ષણ સદનના સભાખંડમાં બે દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ સહ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

Leave a Comment