October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ નજીકના ગામની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્‍કર્મ આચરનાર યુવાન સામે ગુનો દાખલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ તાલુકાના સરીગામ નજીકના ગામમાં રહેતી યુવતી દુષ્‍કર્મનો ભોગ બની હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. ગામના જ એક યુવાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્‍યો હતો. યુવતીએ લગ્ન કરવા જણાવતા આરોપી યુવાને ના પાડી હતી અને અન્‍ય યુવતી સાથે સગાઈ કરી લીધી હોવાની જાણ કરી જે ઘટનાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના સરીગામ નજીકના એક ગામમાં રહેતા આદિવાસી પરિવારની એક યુવતી ઉંમર વર્ષ 21 ની સાથે ગામમાં જ રહેતા એક યુવાને વર્ષ 2021 માં મિત્રતા કેળવી હતી અને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેણીને અલગ અલગ જગ્‍યાએ ફરવા લઈ ગયો હતો અને શરીર સંબંધ બાંધી દુષ્‍કર્મ આચર્યું હતું. યુવતીએ લગ્ન કરવા જણાવતા આરોપી યુવાને લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને અન્‍ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી.
જેથી ભોગ બનનાર યુવતીએ આ અંગે ભિલાડ પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરાવતા પોલીસે આરોપી યુવાન વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સરકારી પ્રાથમિક શાળા કચીગામના હેડમાસ્‍તર રતિલાલ જી. પટેલ સેવા નિવૃત થતાં આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

ચીખલી તાલુકામાં ડીઝેના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે અગલે બરસ આના નાદ સાથે શ્રીજીને વિદાય અપાઈ

vartmanpravah

ચીખલી સમરોલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતા હરિભક્તો દ્વારા દિવ્યતા અને ભવ્યતા સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ઉમરગામના ધોડીપાડામાં બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને ‘‘મિશન શક્‍તિ” યોજના અંતર્ગત ત્રિ-માસિક બેઠક મળી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ઈલેક્‍શન કમિશનર તરીકે સુધાંશુ પાંડેની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment