December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકાના કુકેરી ગામે સુરખાઈ-અનાવલ માર્ગ ઉપર સવારે સાડા છ વાગ્‍યાની આસપાસ એક મહાકાય વૃક્ષ ધરાશયી બાદ થોડા સમયના અંતરે બીજા બે વૃક્ષો ધરાશયી થતા માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થઈ જવા પામ્‍યો હતો. સામાજિક વનીકરણ અને માર્ગ મકાનના બેદરકારી ભર્યા કારભાર વચ્‍ચે બનાવના આઠ કલાકે પણ વૃક્ષો માર્ગ પરથી ન ખસેડાતા વાહન વ્‍યવહાર પૂર્વવત થયો ન હતો. આ સ્‍થળે હનુમાનજીના મંદિર પાસે વળાંકમાં ઝાડો જુના અને મોટા હોવા સાથે અવાર નવાર અકસ્‍માતો સર્જાતા હોવાથી આ વૃક્ષો દૂર કરવા માટે સ્‍થાનિક હિતેશભાઈ દરબાર દ્વારા સામાજિક વનીકરણમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. આજે વૃક્ષો ધરાશયી થતા તેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ? આ બનાવ બાદ પણ સામાજિક વનીકરણના જવાબદારોની આંખ ઉધડશે ખરી કે તે જોવું રહ્યું.

Related posts

વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 64.32 ટકા નોંધાયેલું મતદાન: 21ના મંગળવારે જે તે મતદાન ગણતરી કેન્‍દ્રો ઉપર મતદાન ગણતરી હાથ ધરવામાં આવનાર છે

vartmanpravah

દાનહમાં બાળલગ્ન અને બાળ કુપોષણ બે મોટા પડકારોઃ આરડીસી અમિત કુમાર

vartmanpravah

તિથલ દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓ ઉપર ટેમ્‍પો ચઢાવવાની હરકત

vartmanpravah

બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્‍માતો

vartmanpravah

વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજની શૈક્ષણિક ક્ષેત્રે ઊંચી છલાંગઃ ડોક્‍ટર, સી.એ., પી.એચડી. સહિત વિવિધ ક્ષેત્રના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

ચીખલી તાલુકા બાર કાઉન્‍સિલ વકીલ મંડળના નવા પ્રમુખ તરીકે સંદીપ પટેલ જ્‍યારે સેક્રેટરી તરીકે દીપક પાઠકની કરાયેલી વરણી

vartmanpravah

Leave a Comment