September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની અથશ્રી સોસાયટીમાં ઈલેક્‍ટ્રીક સ્‍કૂટર ચાર્જમાં મુક્‍યા બાદ આગ લાગતા બળીને ખાખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સેલવાસના રીંગરોડ નજીક આવેલ અથશ્રી સોસાયટીમા ત્રીજા માળે રહેતા રહીશે બપોરના સમયેએમનું ઈલેક્‍ટ્રીક મોપેડ બિલ્‍ડિંગ નીચે શેડમાં ચાર્જીંગ કરવા માટે મુક્‍યુ હતું. ત્‍યારબાદ તેઓ પોતાના ઘરે જતા રહ્યા હતા. બે કલાકના સમય બાદ અચાનક ઈલેક્‍ટ્રીક મોપેડમાંથી ધુમાડો નીકળ્‍યો હતો અને જોતજોતામાં આગ પકડી લીધી હતી. જે સ્‍થાનિક બિલ્‍ડિંગના લોકોએ જોતા ફાયર વિભાગને ટેલીફોનિક જાણ કરી બોલાવતા ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્‍યો હતો. જેના કારણે બાજુમાં પાર્ક કરવામાં આવેલ બાઈકો બચી ગઈ હતી. આ ઘટનામાં ઈલેક્‍ટ્રીક મોપેડ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું.

Related posts

ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં દીકરી વધામણાં કીટ વિતરણ કરાયું

vartmanpravah

દાનહ પોલીસે 10 વર્ષના છોકરાને શોધી એના માતા-પિતા સાથે મિલાપ કરાવ્‍યો

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ યોજાશે

vartmanpravah

ધરમપુરના લેડી વિલ્‍સનમ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક સમર કેમ્‍પ યોજાશે

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરીગામ પંચાયતે પ્રિમોન્‍સૂન કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

Leave a Comment