August 8, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

કન્‍યાકુમારી થી કાશ્‍મિર સુધી ડ્રગનો સંદેશ લઈ બે યુવાનો એક વ્‍હિલ વાળી સાયકલો ચલાવી વલસાડ આવી પહોંચ્‍યા

શનિદેવ અને અભિષેક નામના યુવાનો 3500 કી.મી. અંતર કાપી વલસાડ આવી પહોંચ્‍યા : હજું 2500 કી.મી. કાપશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. આ યુક્‍તિ કેરાલાના બે યુવાનોએ ચરિતાર્થ કરી બતાવી છે. કન્‍યાકુમારી થી કાશ્‍મિર સુધી યુવાનો માટે ડ્રગ સંદેશ આપવા માટે એક વ્‍હિલ વાળી સાયકલ લઈને નિકળ્‍યા છે. બન્ને યુવાનો વલસાડ હાઈવે ઉપર આવી પહોંચ્‍યા છે.
મૂળ કેરાલાના રહેવાસી શનિદેવ અને અભિષેક નામના બે યુવાનો ડ્રગ સંદેશ સોસાયટીમાં પહોંચાડવા માટે ચાર મહિના પહેલા એકવ્‍હિલ વાળી સાયકલો લઈને નિકળી પડયા છે. 3500 કીલોમીટરનું અંતર કાઢી વલસાડ આવી પહોંચ્‍યા છે. હજુ તેઓ કાશ્‍મિર સુધીનું 2500 કીલોમીટરનું અંતર કાપનાર છે. યુવા પેઢી ડ્રગથી દૂર રહે તેવા સંદેશ સાથે ઉત્‍સાહ, હામ ભરેલા બે યુવાનોના સાહસને ઠેર ઠેર પ્રશંસા અને સત્‍કાર મળી રહ્યો છે. તેઓનો આ પ્રવાસ પુરો થશે ત્‍યારે વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન મળનાર છે.

Related posts

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

vartmanpravah

દમણમાં જિલ્લા સ્‍તરીય આંતરશાળા એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

અતુલ હાઈવે સેકન્‍ડ ગેટ સામે વેસ્‍ટ કચરાની આડમાં રૂા.3.54 લાખનો દારૂ જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

ડાંગના શબરીધામ નજીક આવેલા પંપા સરોવરનો અદભૂત નજારો

vartmanpravah

સુરતથી વાપી જઈરહેલ કોલસા ભરેલ ડમ્‍પરે મોતીવાડા પાસે પલટી મારી : હાઈવેના બંને ટ્રેક પર કોલસાઓ વિખેરાયા

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે કન્‍ટેનરની અડફેટે આવેલ બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્‍યું

vartmanpravah

Leave a Comment