January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી ડિસ્‍ટ્રીક્‍ટ સિનીયર સીટીઝન ટ્રસ્‍ટ સંચાલિત ગીરીજા લાઈબ્રેરીમાં ‘મારે પણ કંઈક કહેવું છે’ મણકો 16 વક્‍તા હર્ષા ઘોઘારીએ ‘સારા માણસ બનીએ’ વિશે પ્રવચન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.07: નવસારી ડિસ્‍ટ્રિક્‍ટ સિનીયર સીટીઝન ટ્રસ્‍ટ સંચાલિત ગિરિજા સાર્વજનિક પુસ્‍તકાલય ખાતે ‘મારે પણ કંઈ કહેવું છે’ શ્રેણીમા 16માં મણકામાં નવસારીના વક્‍તા હર્ષા ઘોઘારીએ ‘સારા માણસ બનીએ’ વિશે સુંદર પ્રવચન આપ્‍યું હતું. આ કાર્યક્રમના આરંભે વક્‍તાનો પરિચય ગિરીજા લાયબ્રેરીના પ્રમુખ તુષાર દેસાઈ આપ્‍યો હતો. સભામાં ઉપસ્‍થિત સર્વનો આવકાર સિનિયર સિટીઝન ટ્રસ્‍ટના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ આપ્‍યો હતો.
સતત દોઢ કલાક સુધી ચાલેલા પ્રવચનમાં વક્‍તા હર્ષા ઘોઘારીએ શ્રીમદ્‌ ભગવત ગીતાના શ્‍લોકનો આધાર લઈને માનવ ધર્મ, વિશે કળષ્‍ણ-અર્જુનના સંવાદ રજૂ કર્યા હતા. દ્રશ્‍યશ્રાવ્‍ય પદ્ધતિ વડે સુંદર આલેખન કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમને અંતે સભામાં ઉપસ્‍થિત સભ્‍યોએ પોતાના મંતવ્‍યો રજૂ કર્યા હતા. ગીરીજા લાઈબ્રેરીના શ્રી ઉમેશ દેસાઈએ આભારવિધી કરી હતી. સંસ્‍થાનાહોદ્દેદારો તરફથી વક્‍તા હર્ષા ઘોઘારીને પ્રતિક ભેટ આપવામાં આવી હતી.

Related posts

દમણઃ કચીગામ ગ્રા.પં. દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં માંગેલવાડની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

vartmanpravah

સેલવાસ ન.પા.એ શરૂ કરેલા ‘ગેરકાયદે દબાણ હટાવો’ અભિયાન સામે દુકાનદારોએ બંધ પાળી નોંધાવેલો વિરોધ

vartmanpravah

દાનહકલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર ઉપર સંસદને પોતાના અને પરિવારના અંગત સ્‍વાર્થ માટે ગુમરાહ કરવાનો પ્રદેશ ભાજપે લગાવેલો ગંભીર આરોપ

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે 1989માં યોજાયેલ સામાન્‍ય ચૂંટણીમાં દેવજીભાઈ ટંડેલે અપક્ષ તરીકે બાજી મારી હતી

vartmanpravah

Leave a Comment