કાર છોડી બુટલેગર ભાગી છૂટયો, પોલીસ કારમાંથી દારૂનો જથ્થો
અને કાર મુદ્દામાલમાં જપ્ત કર્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વલસાડમાં છીપવાડ ગરનાળા નજીક દારૂનો જથ્થો શહેરમાં ઘૂસાડવાની લ્હાયમાં આજે સોમવારે મળસ્કે બુટલેગરની કારે બે રાહદારી અને એક મોપેડ સવારને અડફેટ લેતા કાર પલટી મારી ગઈ હતી. બુટલેગર કાર છોડીને ભાગી છૂટયો હતો.
વલસાડ છીપવાડ ગરનાળા નજીક આજે વહેલી સવારે લાલ કલરની ટાટા નેકશન કાર બુટલેગર દારૂ ઘૂસાડવાની લ્હાયમાં બેફામ ભગાડી રહ્યો હતો તે દરમિયાન બે રાહદારી અને એક મોપેડ સવારને ટક્કર લાગી જતા કાર પલટી મારી ગઈ હતી. ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ એકઠા થયેલા લોકોએ ઘાયલોને સારવાર માટે ખસેડીને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળેથી કારને ટોઈંગ કરી પોલીસ સ્ટેશને લાવી હતી. કારમાંથી દારૂનો જથ્થો અને કાર મુદ્દામાલમાં જપ્ત કરી ફરાર બુટલેગરની તપાસ હાથ ધરી હતી.

