September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાતભરમાં નકલીની ભરમાર વચ્‍ચે વલસાડ સ્‍ટેશનથી નકલી ટી.સી. ઝડપાયો

નકલી ડોક્‍ટર, નકલી અધિકારીઓ, નકલી સરકારી કચેરીઓમાં વધુ એક નકલીનો વધારો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ગુજરાતભરમાં નકલીઓની ભરમાર પ્રવર્તીરહી છે. નકલી ડોક્‍ટર, નકલી અધિકારી, નકલી સરકારી કચેરી, નકલી પોલીસ અધિકારીના અનેક કિસ્‍સા પ્રકાશમાં આવી ચૂક્‍યા છે. તેવો વધુ એક કિસ્‍સો વલસાડ રેલવે સ્‍ટેશને બન્‍યો છે. પ્‍લેટફોર્મ નં.2, 3 ઉપર નકલી ટી.સી. મુસાફરો પાસે ટિકિટ તપાસતો ઝડપાયો છે.
વલસાડ સ્‍ટેશન ઉપર પ્‍લેટફોર્મ નં.2-3 ઉપર એક ટી.સી. મહાશય મુસાફરોની ટિકિટ તપાસી રહ્યા હતા ત્‍યારે એક મુસાફરને શંકા ગઈ હતી કે ટી.સી. પાસે કોઈ બેઝ આઈ કાર્ડ જેવું નહોતું. તેથી મુસાફરે જી.આર.પી.ને રાવ કરી હતી. જી.આર.પી.એ તુરત પ્‍લેટફોર્મ નં.2-3 ઉપર દોડી જઈને નકલી ટી.સી. મહાશયને ઝડપી પાડયા હતા. જો કે આ મહાશયે આ કૃત્‍ય કેમ કર્યું તે તપાસમાં બહાર આવશે.

Related posts

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસ નિમિતે ટીબી અઠવાડિયાનો પ્રારંભ કરાયો:  રખોલી પીએચસી ખાતેથી વાનને લીલી ઝંડી બતાવી રવાના કરાઈ

vartmanpravah

મજીગામમાં પસાર થતી માઈનોર કેનાલના નવીનીકરણના કામમાં કપચીના દેખાવા સાથે થીંગડા મારવાની નોબત

vartmanpravah

દમણમાં હવે ભાઈગીરી નહીં ચાલે: દમણના ચર્ચાસ્‍પદ ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ મારામારી ઘટનામાં જયેશ પટેલ સહિતના 3 આરોપીઓ સામે વધુ 23મી સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

વાપી આર.એન. સ્‍કૂલની વિદ્યાર્થીની અનુષ્‍કા વર્મા ઓપન નેશનલ ગેમ્‍સ એન્‍ડ સ્‍પોર્ટ્‍સમાં ઝળકીઃ દોડમાં બ્રોન્‍ઝ મેળવ્‍યો

vartmanpravah

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

vartmanpravah

ડાંગ જિલ્લાના આહવામાં યોજાયેલ જિલ્લા કક્ષાના વાર્ષિક શૈક્ષણિક સંમેલનમાં નડગખાડી પ્રાથમિક શાળાનું નૃત્‍ય પ્રથમ આવતા શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

vartmanpravah

Leave a Comment