September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી થાલાની ગેરેજમાં ચોરીઃ ચોરટાઓ સીસીટીવી કેમેરોનું ડીવીઆર પણ ચોરી ગયા

રાનકુવા પોલીસ ચોકીની પાછળની એક સોસાયટીમાં પણ ઘરનું તાળું તૂટયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ચીખલીના થાલામાં ફરિયાદી ધર્મેન્‍દ્ર છગનભાઈ લાડ (રહે.સાદકપોર ગોલવાડ તા.ચીખલી) ની થાલામાં નેશનલ હાઇવેના સર્વિસ રોડને અડીને આવેલ આશીર્વાદ ઓટો ગેરેજમાં ગત 27-જુલાઈની રાત્રી દરમ્‍યાન ગેરેજના પાછળના ભાગનું શટર કોઈ સાધન વડે તોડી ગેરેજમાં પ્રવેશ કરી ગેરેજના ઉપરના માળે ઓફિસના ટેબલના ખાનાનું લોક તોડી તેમાં છેલ્લા દસેક દિવસના વકરાના રોકડા રૂ.1,80,000/- તથા 5,000/- ની કિંમતનું સીસીટીવી કેમેરાનું એનવીઆર પણ તસ્‍કરો ઉઠાવી ગયા હતા. પોલીસે રૂ.1,85,000/- ની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસપીએસઆઈ-સમીર જે.કડીવાલા કરી રહ્યા છે.
વધુમાં ચીખલીના મહેતવાડમાં થોડા સમય માટે ઘર બંધ હતું તે દરમ્‍યાન શનિવારના રોજ સાંજે સાડા સાતેક વાગ્‍યાના અરસામાં ઘરના દરવાજાનો નકુચો તોડી કોઈ ચોર ઈસમ કેટલીક રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના બની હતી. રેઇનકોટ પહેરીને આવેલ અજાણ્‍યા શખ્‍સ દ્વારા આ રીતે ચોરીને અંજામ આપવાની ઘટના કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્‍યું હતું.

Related posts

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

vartmanpravah

મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્‍તાના વિસ્‍તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં ન્‍યુ-ગુજરાત પેટર્નના આયોજન અંગે તાલુકા કક્ષાએ બેઠકો યોજાશે

vartmanpravah

દમણ-દીવ ભાજપ ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે નિમાયેલા હરીશભાઈ પટેલનું સાંસદ લાલુભાઈ પટેલ, જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ સહિતના આગેવાનોએ કરેલું હાર્દિક અભિવાદન

vartmanpravah

સેલવાસ ગાયત્રી મંદિર ખાતે તર્પણવિધી કરાઈ

vartmanpravah

વાપી એલ. જી. હરિયા સ્‍કૂલના બાળકો આંતર સ્‍કૂલ ક્‍વિઝ સ્‍પર્ધામાં ઝળક્‍યા

vartmanpravah

Leave a Comment