October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતદમણદેશવલસાડવાપીસેલવાસ

ઉમરગામ તાલુકાના મોહનગામના જયેશ હળપતિ ઉપર હૂમલોઃ ઉમરગામના કેટલાક બુટલેગર અને તેના સાગરિતો સામેલ

હૂમલાના મુખ્‍ય સુત્રધાર કિસ્‍મત હળપતિની કચીગામ-દમણ પોલીસે કરેલી અટકાયત

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: ઉમરગામ તાલુકાના મોહનગામ ખાતે રહેતા જયેશ હળપતિ ઉપર દમણના કચીગામ પાસે ઈકો અને સ્‍વીફટ કારમાં આવેલા કેટલાક બુટલેગર અને તેના સાથીઓએ કરેલા હૂમલામાં પોલીસે મુખ્‍ય સુત્રધાર એવા કિસ્‍મત ગણેશ હળપતિ(રહે. મોહનગામ-તાલુકો ઉમરગામ)ની અટકાયત કરી હોવાના સમાચાર મળ્‍યા છે અને હૂમલાખોરોની શોધ પોલીસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જયેશ હળપતિ સાથેની કોઈ જૂની અદાવતમાં હૂમલાના મુખ્‍ય સુત્રધાર કિસ્‍મત હળપતિએ પોતાના સાગરિતો સાથે ઢોર માર મારતાં જયેશને માથાના ભાગે ત્રણ જેટલા ટાંકા આવવા પામ્‍યા હતા અને શરીરના ભાગે પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. કચીગામ પોલીસ આ પ્રકરણમાં સત્તાવાર માહિતી આપવામાં સંકોચ કેમ રાખી રહી છે તે બાબતે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લામાં કોરોનાની રોકેટ ગતિની રફતાર મંગળવારે 310 નવા કેસ : 1076 સક્રિય:  ત્રણ દિવસથી એવરેજ 300 કેસ નોંધાઈ રહ્યા છે142 દર્દી સાજા થયા

vartmanpravah

પારડી નગર પાલિકા દ્વારા મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પૂજન કરી ગાંધી જયંતીની કરેલી ઉજવણી

vartmanpravah

મધ્‍યપ્રદેશના મંદસૌર જીલ્લાથી 8 ટન યાર્ન અને 10 ટન પ્‍લાસ્‍ટીક દાણા છેતરપીંડિ ગેંગના 4 ઈસમોને એલસીબી ટીમે વાપીથી ઝડપી પાડયા

vartmanpravah

ભારે વરસાદના કારણે બિસ્માર બનેલા વલસાડના 38.05 કિમીના 33 રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

vartmanpravah

20મી નવેમ્‍બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે દાનહ-દમણ-દીવમાં સરકારી/ગેર સરકારી, ખાનગી કંપની, સંસ્‍થા, વિવિધ એકમો/પ્રતિષ્ઠાનોમાં કાર્યરત મહારાષ્ટ્રના મતદારોને રજા આપવા સંઘપ્રદેશ ચૂંટણી વિભાગનો આદેશ

vartmanpravah

Leave a Comment