July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અગ્નિવીર ગૌ સેવા દર ઉમરગામ દ્વારા રાત્રિના સમયે રોડ ઉપર અકસ્‍માતનો ભોગ બની રહેલા ગૌવંશની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી રિફલેક્‍ટેડ પટ્ટા મારવાની ચાલુ કરેલી કામગીરી

સરીગામ, તા.05: ઉમરગામ તાલુકામાં રાત્રિ દરમિયાન વાહનોની અડફેટ આવી રહેલા ગૌવંશની ઘટના લગાતાર સામે આવી રહી છે. જે ઘટનાના પગલે જીવ દયા અને ગૌવંશ પ્રેમીઓમાં લાગણી દુબઈ રહી છે. રાત્રિના સમય દરમિયાન રોડ ઉપર બેસેલા ગૌવંશ વાહન ચાલકોની નજરે ન પડતા આ પ્રકારની ઘટના બનવા પામી રહી છે. જેના ઉપર અંકુશ મુકવા અગ્નીવિર ગૌ સેવા દલના પ્રમુખશ્રી યોગેશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખશ્રી ઉમેશભાઈ રાજપુરોહિત, શ્રી કમલેશભાઈ પંડિત અને એમની ટીમે રસ્‍તા પર ઊભા રહેતા ઢોરોના ગળામાં રિફલેક્‍ટેડ પટ્ટાપહેરાવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી આજરોજ સાંજના 6 કલાકે શ્રી દામોદર યાર્ન કંપની બહાર કંપનીના જનરલ મેનેજર શ્રી રાજેશભાઈ ભાટિયાની હસ્‍તે પ્રારંભ કરવામાં આવી હતી. આ સમયે એન્‍ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વલસાડના શ્રી બી. આર. બેરા, ભીલાડ પોલીસ મથકના પીએસઆઈ શ્રી આર. પી. ડોડિયા, ભાજપ સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી ઉપસ્‍થિત રહી અગ્નિ વીર ગૌસેવા સમિતિના સંચાલકોને સહાયરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં આજે દીવમાં યુવા કાર્યક્રમોને ખેલવિભાગ દ્વારા આયોજીત તરણ અને ફીટનેશ લીગ ચેમ્‍પિયનશીપ

vartmanpravah

ધરમપુર વન વિભાગ દ્વારા ગ્રામજનોને જંગલી જાનવરો અને સાપ અંગે પ્રોજેક્‍ટર દ્વારા માહિતી અપાઈ

vartmanpravah

વલસાડ સાંઈલીલા મોલમાં કુટણ ખાનું ચલાવતો વોન્‍ટેડ આરોપી ચાર વર્ષે ઝડપાયો

vartmanpravah

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપીમાં દર્દીઓ, જરૂરતમંદો અને દિવ્‍યાંગ બાળકોને નિઃશૂલ્‍ક ભોજન સેવાની શરૂઆત

vartmanpravah

વહાલી દીકરી પ્રગતિ મંડળ લીલાપોરના નેજા હેઠળ પ્રથમ સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment