October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પવિત્ર શ્રાવણ મહિનામાં દાનહના વિવિધ શિવાલયોમાં ગુંજી રહેલો હર હર મહાદેવનોનાદઃ શિવભક્‍તો ભક્‍તિમાં તરબોળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : દાદરા નગર હવેલીમાં શ્રાવણ મહિનાના પહેલાં સોમવારથી દરેક શિવ મંદિરોમાં ભક્‍તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પવિત્ર શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવજીનો મહિનો કેહવામાં આવે છે, જેમાં ભાવિક ભક્‍તો દ્વારા તેઓની મનોકામના પૂર્ણ કરવા શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ સાથે ભક્‍તિમાં તરબોળ બની જતા હોય છે. શ્રાવણ મહિના દરમ્‍યાન ભાવિક ભક્‍તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે અને દરેક સોમવારના દિને શિવાલયોમાં શિવજીના અનેરા દર્શનનો લાભ લેવા ભાવિક ભક્‍તોની ભીડ ઉમટી પડે છે. જેના ભાગરૂપે સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ રામેશ્વર મહાદેવ, બોરીગામે આવેલ ગાજેશ્વર મહાદેવ, ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિક ભક્‍તોની ભીડ જોવા મળી રહી છે. જ્‍યાં હર હર મહાદેવના નાદ સાથે ભાવિક ભક્‍તો શિવજીના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્‍યતા અનુભવી રહ્યા છે.

Related posts

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી પાસેથી 16.83 લાખનો બિલ વગરનો પાન-મસાલા, તમાકુ ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા આયોજિત રક્‍તદાન શિબિરમાં 66 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

ધરમપુર માલનપાડામાં કોસ્‍મેટિક ગોડાઉનમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ પોલીસેઉકેલ્‍યો

vartmanpravah

દાનહના ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાંથી આરોપી ફરાર: રાત્રે પાણી પીવાના બહાને બહાર નીકળેલ આરોપી પોલીસને ચકમો આપી ફરાર

vartmanpravah

કપરાડાના કુંભઘાટમાં પતરાં ભરેલી ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

ચીખલી હાઈવે ચાર સ્‍તા પાસે ખાડાઓના સામ્રાજ્‍યથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

Leave a Comment