Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ સહિત આજુબાજુના ગામોમાં જાહેર રસ્‍તાઓ ઉપર રખડતા પશુઓના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

અથાલમાં અજાણ્‍યા વાહનચાલકોએ બે ગાયોને ટક્કર મારતા ઘટના સ્‍થળ પર જ થયેલા મોત

એક અઠવાડિયા પહેલા રખડતા અટૂલા ઢોરને અથડાતા ઈજા પામેલ બાઇકસવાર યુવાનનું સારવાર દરમ્‍યાન નિપજેલું મોતઃ તંત્ર નિંદ્રાવસ્‍થામાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલીમાં ઘણાં સમયથી અટૂલા રખડતા બિનવારસી પશુઓનો પ્રશ્ન રોજેરોજ તમામ લોકો માટે માથાના દુઃખાવો બની રહ્યો છે. સેલવાસ શહેરી વિસ્‍તાર હોય કે પછી નરોલી, રખોલી, દાદરા, સામરવરણી જેવા મોટાભાગના ગામોમાં પણ એકલા અટૂલા રખડતા મુંગા ગાય, બળદ, વાછરડા તેમજ કૂતરાઓનો પણ ત્રાસ વધી જવા પામ્‍યો છે અને જેમના કારણે અનેક નાના મોટા અકસ્‍માતો સર્જાઈ રહ્યા છે. જેમાં કોઈકવાર પશુઓના મોત પણ થાય છે અને કેટલાક બાઇકસવારો પણ અડફેટમાં આવતા અકસ્‍માતનો ભોગ બની રહ્યા છે.
રખડતા પશુઓ રસ્‍તા ઉપર કબ્‍જો જમાવીને બેસી જતા હોય છે તેથી કેટલીક વાર તો ટ્રાફિક જામની સમસ્‍યા પણ સર્જાતી હોય છે. આ સમસ્‍યા અંગે સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલરો તેમજ ગ્રામ પંચાયતોના વોર્ડ સભ્‍યો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પ્રશાસન દ્વારા કોઈપણપ્રકારના પગલાં લેવામાં આવતા નથી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ રીંગરોડ પર ગત અઠવાડિયે એક બાઈક સવાર યુવાન જઈ રહ્યો હતો તે સમયે અચાનક રસ્‍તા પર બેસેલ ગાયનું વાછરડું ઉભું થવાનો પ્રયાસ કરતા બાઈક સવાર એની સાથે ટકરાયો હતો જે આખી ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ હતી. આ યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં એમનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું. સેલવાસ નરોલી રોડ પર કસ્‍તુરી પાસે બી.એમ.ડબ્‍લ્‍યુ. કારની ટક્કર ગાયને લાગતા અકસ્‍માતમાં ગાયનું મોત થયું હતું. શુક્રવારના રોજ સવારે નરોલી મેઈન રોડ પર કોઈક વાહને જોરદાર ટક્કર મારતા બે ગાયોના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં નરોલી ગ્રામ પંચાયતના સભ્‍ય શ્રી યોગેશસિંહ સોલંકી અને એમના સાથી મિત્રો ઘટના સ્‍થળે પહોંચી મૃત ગાયો અને એક ઘાયલ ગાયને ગૌશાળામાં મોકલવામાં આવી હતી. આ ઘટના અંગે તેમણે જણાવ્‍યું હતું કે આ સમસ્‍યા અંગે અમે પ્રશાસનને વિનંતી કરી હતી કે રખડતા ઢોર જો માલિકીના હોય તો તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી આ સમસ્‍યાથી રાહત મળી શકે. આવા રખડતા ઢોરને વહેલામાં વહેલી તકે પકડીને ગૌશાળામાં લઈ જવામાં આવે અથવા તેમના માલિકોને સખત સૂચના આપીને તેમના ઘરે બાંધવામાં આવે તો જાહેર રસ્‍તાઓ ઉપર ઢોરોના જમાવડાનાકારણે કારણે થઈ રહેલા ટ્રાફિકજામ અને અકસ્‍માતો નિવારી શકાય છે. આ સમસ્‍યાને પ્રશાસન ગંભીરતાથી લે અને યોગ્‍ય કાર્યવાહી કરે એ સમયની માંગ છે.

Related posts

સરીગામના અંતરિયાળ વિસ્‍તાર બોન્‍ડપાડામાં રૂા.15 લાખના ખર્ચે થનારી પેવર બ્‍લોકની કામગીરી

vartmanpravah

ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ સુરજ કેરો અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી અશોક ખટરમલે દમણવાડા ગ્રા.પં.ના નંદઘર અને લાઈબ્રેરી નિહાળી પ્રશાસનની કરેલી સરાહના

vartmanpravah

હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે

vartmanpravah

પોતાનો રસ્‍તો શોધવા માહિર હોવા છતાં જિ.પં. પ્રમુખ તરીકે નવિનભાઈ પટેલ માટે રાહ આસાન નહીં રહે

vartmanpravah

દાનહની શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે આચરેલા દુષ્‍કર્મ સંદર્ભે સંઘપ્રદેશ ભાજપાએ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા કરવા કરેલી માંગ

vartmanpravah

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

vartmanpravah

Leave a Comment