શાળાના તમામ વિદ્યાર્થીઓને છત્રી અને ટી-શર્ટનું પણ કરવામાં આવેલું વિતરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલીના ‘સર્વ આદિવાસી સમાજ’ના આગેવાનોએ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા વાંસદા હેડવાચીમાળ સ્થિત સરકારી શાળાની મુલાકાત લીધી હતી અને શાળાના બાળકોને જલેબી, સમોસા સહિત તિથિભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થીઓને છત્રી અને ટી-શર્ટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે, જો ‘‘બાળકો સારૂં ભણશે તો સમાજ આગળ વધશે” અનેસમાજનું નામ પણ રોશન કરશે. એવી અપેક્ષા સાથે શિક્ષકોના કાર્યની પણ સર્વ આદિવાસી સમાજના આગેવાનોએ પ્રશંસા કરી હતી.
સર્વ આદિવાસી સમાજની સરાહનીય કામગીરીથી શિક્ષકો અને વાલીઓએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને તમામ પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો.
આ અવસરે શ્રી શંકરભાઈ ગોરાત, શ્રી જુગલભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ પવાર, શ્રી પાવલુંસભાઈ સહિત અગ્રણીઓ શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત કેટલાક વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.