July 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સહિત વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવસભર ધોધમાર વરસાદ વરસ્‍યો

સ્‍ટેટ અને નેશનલ હાઈવે ઉપર પાણી ફરી વળ્‍યા : નદીઓ બે કાંઠે વહેતા અનેક કોઝવે ડૂબ્‍યા, ચારે તરફ માનવ લાચાર બન્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: સામાન્‍ય રીતે શ્રાવણીયો વરસાદ ઝરમર ઝરમર હોય તેવું કહેવાય છે પરંતુ આ ચોમાસામાં બધા ગણીત ખોટા પડી રહ્યા છે. આજે શનિવારે વાપી સહિત વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ દિનભર વરસતો રહ્યો હતો.
વલસાડ જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ હવામાન ખાતાની આગાહી મુજબ છેલ્લા 48 કલાકતી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમાં શનિવારે તોજિલ્લાના તમામ તાલુકાઓમાં એવરેજ 5 થી 7 ઈંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. તેથી સામાન્‍ય જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતા અનેક કોઝવે પાણીમાં ડૂબી ગયા હતા. સારંગપુરથી પીઠા જવાના રસ્‍તા વચ્‍ચે વહેતી ઔરંગા નદી બે કાંઠે વહેતા કોઝવે ડૂબી ગયો હતો. તેથી લોકોની અવર જવર બંધ થઈ હતી. વરસાડ પહોંચવા 15 કિ.મી.નો ચકરાવો લેવો પડી રહ્યો છે. શનિવારે અતિશય વરસેલા વરસાદને લઈને ધરમપુર સ્‍ટેટ હાઈવે, નેશનલ હાઈવેના રોડ પાણીમાં ગરકાવ થઈ જતા વાહનો દોઢ થી બે ફૂટ રોડ ઉપર ભરાયેલા પાણી વચ્‍ચે ટ્રાફિક માંડ માંડ ચાલી રહ્યો હતો. 3 વ્‍હિલર માટે તો ડ્રાઈવિંગ જોખમી બની રહ્યા હતા. હજુ આગામી બે દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, વાપી, ઉમરગામ, પારડી, ધરમપુર જેવા શહેરી વિસ્‍તારો પણ અતિશય વરસાદથી બજારોમાં પાણી ફરી વળ્‍યા હતા. શ્રાવણીયો વરસાદ વલસાડ જિલ્લામાં ઝરમરીયો નહી પણ અતિવૃષ્‍ટિમાં ફેરવાયેલો નજારો સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યો છે.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah

દમણગંગા નદી પુલ નજીક કાર ચાલકે સ્‍ટીયરીંગ પર કાબુ ગુમાવતા કાર ગટરમાં પલ્‍ટી

vartmanpravah

દાનહઃ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરીના ગુનામાં સાંસદના પી.એ.ગૌરાંગ સુરમા, સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષકમલેશ પટેલ સહિત 4ની ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

દીવ ન.પા.ના ઈતિહાસમાં પહેલી વખત 6બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજયઃ પાલિકા ઉપર ભાજપનો ભગવો હવે હાથવેંતમાં

vartmanpravah

Leave a Comment