June 12, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

મોટી દમણ ભાઠૈયાના નવયુવાન પોલીસ કોન્‍સ્‍ટેબલ વિશાલ પટેલનું આકસ્‍મિક નિધનઃ સમગ્ર વિસ્‍તારમાં છવાયેલો શોક

સ્‍મશાન યાત્રા દરમિયાન હિબકે ચડેલું આખું ગામઃ વિશાલ પટેલનો સદા હસતો અને મળતાવડો ચહેરો હંમેશા યાદ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : મોટી દમણના ભાઠૈયા ખાતે રહેતા અને સંઘપ્રદેશ પોલીસમાં પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા શ્રી આશિષ ઉર્ફે વિશાલ પટેલનું ડેંગ્‍યુના કારણે આકસ્‍મિક નિધન થતાં સમગ્ર વિસ્‍તારમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શ્રી વિશાલ પટેલ પોતાના પોલીસબેડામાં પણ ખુબ જ લોકપ્રિય હતો અને દરેક કાર્યો સંપૂર્ણ નિષ્‍ઠાથી કરતો હતો. આજે ખબર મળતાં જ પી.આઈ. શ્રી સોહિલ જીવાણી, પી.આઈ. શ્રી સબાસ્‍ટિયન દેવાસિયા, પી.એસ.આઈ. શ્રીડાહ્યાભાઈ ડોબરિયા, પી.એસ.આઈ. શ્રી રાઠોડ સહિતના અધિકારીઓ પણ સ્‍મશાન યાત્રામાં જોડાયા હતા.
સ્‍વ. વિશાલ પટેલની અણધારી વિદાયથી આજે આખું ગામ હિબકે ચડયું હતું અને દરેકના ઘરમાં શોક અને સંતાપનું વાતાવરણ હતું. સ્‍વ. વિશાલ પટેલ પોતાની ધર્મપત્‍ની, માતા-પિતા તથા બહેન સહિત વિશાળ પરિવારને કલ્‍પાંત કરતા છોડી ગયા છે.

Related posts

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને દીવમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 25મી બેઠક યોજાઈ

vartmanpravah

વાપી-પલસાણા પાસે કોસ્‍ટલ હાઈવે ઉપર બે કાર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : ત્રણ બાળકો સહિત 8 ઘાયલ એક મોત

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લીધી

vartmanpravah

દમણ કોર્ટમાં ‘વિશ્વ આરોગ્‍ય દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

સંઘપ્રદેશના હાયર અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન સચિવનો પદભાર પણ હવે અંકિતા આનંદ સંભાળશે 

vartmanpravah

Leave a Comment