Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિકશાળામાં વન ઔષધી વનસ્‍પતિનું પ્રદર્શન જિલ્લા શિક્ષણાધિકારીના હસ્‍તે ખુલ્લું મુકાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: વલસાડ તાલુકાના પારનેરા ગામની સાર્વજનિક માધ્‍યમિક શાળા ખાતે વન ઔષધી વનસ્‍પતિઓનું પ્રદર્શન, અગત્‍સ્‍ય અને અતુલ ફાઉન્‍ડેશનના સહયોગથી રાખવામાં આવ્‍યું હતું. જેમાં વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો.રાજેશ્રીબેન ટંડેલના હસ્‍તે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્‍યું હતું. તેમના દ્વારા ઔષધી વનસ્‍પતિની માહિતી અને ઓપન લેબ પ્રોજેક્‍ટની માહિતી આપી સાથે સાથે સંવેદના પેટીની સમજ બાળકોને ઉંડાણપૂર્વક આપી હતી.
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી માટેની માહિતી પણ આપવામાં આવી. શાળાના કોમ્‍પ્‍યુટર લેબનું ઉદ્‌ઘાટન પણ એમના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ ઈલેક્‍ટ્રોનિક્‍સ અને એપરલ જેવા વોકેશનલ સબ્‍જેક્‍ટની લેબની પણ મુલાકાત લીધી હતી. આ સમયે શાળાના પ્રમુખશ્રી રાજુભાઈ પટેલ તથા ગામના સરપંચશ્રી ભરતભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી કિરીટકુમાર શાળાના શિક્ષકો તેમજ અગત્‍સ્‍યના રીઝનલ હેડ નિમેષભાઈ પટેલ (નવસારી) અને અન્‍ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ તબક્કે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો.રાજેશ્રીબેન ટંડેલનો શાળા પરિવાર દ્વારા આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

તા.૧૫મી જાન્‍યુઆરીએ વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

vartmanpravah

સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્‍મ દિન નિમિત્તે સેલવાસની લાયન્‍સ અંગ્રેજી શાળામાં ‘બાળ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

નરોલી માહ્યાવંશી પ્રિમીયર લીગમાં નાઈન સ્‍ટાર પેન્‍થર ચેમ્‍પિયન : રનર્સ અપ બનતી કંકુ વોરિયર

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં 11258 કેસોનો નિકાલ, રૂ. 12. 57કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

vartmanpravah

Leave a Comment