September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના કુકેરી સહિતના વિસ્‍તારમાં હેલિકોપ્‍ટરના ત્રણ-ચાર આંટા ફેરાથી લોકોમાં કૂતુહલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી અને વાંસદા તાલુકાના ગામોમાંથી ભારતમાલા પ્રોજેક્‍ટ અંતર્ગત સુરત અહમદનગર હાઈવે માટે ભારત સરકારના ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જમીન સંપાદન માટે જાહેરનામું પણ બે એક વર્ષ પૂર્વે પ્રસિદ્ધ કરાયું હતું અને અવારનવાર સર્વે પણ કરાતા કેટલાક ગામોમાં ખેડૂતોએ વિરોધ કરતા ઘર્ષણના બનાવો પણ બન્‍યા હતા.
આ દરમિયાન રવિવારના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્‍યાના અરસામાં તાલુકાના કુકેરી સહિતના અને વાંસદાના ગામોના વિસ્‍તારમાં હેલિકોપ્‍ટરે ત્રણ ચાર ચક્કર મારતા લોકોમાં કૂતુહલ સર્જાવા પામ્‍યું હતું અને સમગ્ર વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બનવા પામ્‍યો હતો. ભારતમાલા પ્રોજેક્‍ટ માટે હેલિકોપ્‍ટર દ્વારા સેટેલાઈટ સર્વે કરાવવામાં આવી રહ્યો હતો કે સેનાનું હેલિકોપ્‍ટર હતું તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠયા હતા અને અનેક ચર્ચાઓ પણ ઉઠવા પામી હતી.
કુકેરીના અગ્રણી જયેશભાઈના જણાવ્‍યાનુસાર અમારા ગામમાં બપોરે સાડા ત્રણેક વાગ્‍યાનાઅરસામાં એક હેલિકોપ્‍ટર ત્રણ ચાર રાઉન્‍ડ માર્યા હતા અને હેલિકોપ્‍ટરના અવાજથી સમગ્ર વિસ્‍તાર ગુંજી ઉઠ્‍યો હતો.

Related posts

દમણ જિલ્લા પંચાયત સંચાલિત ખારીવાડ સરકારી પ્રાથમિક શાળામાં લાગેલી આગ

vartmanpravah

ચીખલીના ખુડવેલની જમીન પર ગેરકાયદે કબ્‍જો કરતા 13 જેટલા ઈસમો સામે લેન્‍ડગ્રેબિંગનો ગુનો દાખલ

vartmanpravah

દાનહમાં લાયસન્‍સધારી દુકાનોમાં કન્‍ટ્રી લીકરના ભાવે જ મળતો વિદેશી દારૂઃ કન્‍ટ્રી લીકરના લાયસન્‍સધારીઓની કફોડી સ્‍થિતિ

vartmanpravah

દમણમાં આયોજીત ગ્રિષ્‍મકાલીન(ઉનાળુ) રમત-ગમત પ્રશિક્ષણ શિબિરનું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

‘હર ઘર તિરંગા’ ઝૂંબેશ અંગે રાત્રિ ચોપાલ

vartmanpravah

કેન્‍દ્રિય રમત-ગમત મંત્રાલયના યુવા બાબતોના આદેશ મુજબ અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દશરથ સ્‍પોર્ટ્‍સ એકેડેમીની મદદથી દાનહ પ્રદેશ સ્‍કાઉટ ગાઈડ મુખ્‍યાલય ડોકમર્ડી ખાતે વિવિધ સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment