August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

ભારત સરકારના ગૃહ સચિવ ગોવિંદ મોહને દમણની મુલાકાત લઈ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

દમણમાં થઈ રહેલા વિકાસકામોથી પ્રભાવિતઃ સમયમર્યાદામાં કાર્યો પૂર્ણ કરવા કરી તાકિદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : ભારત સરકારના ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને આજે સંઘપ્રદેશ દમણની મુલાકાત કરી હતી.
ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આવાસ ઉપર શુભેચ્‍છા મુલાકાત પણ કરી હતી.
દરમિયાન ભારત સરકારના ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને દમણના વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું સ્‍થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યું હતું. જેમાં દમણના લાઈટ હાઉસ નજીક પ્રસ્‍તાવિત સી-લીંક બ્રિજ, જુપ્રિમમાં આરોગ્‍ય કેન્‍દ્ર અને રામસેતૂ સી-ફ્રન્‍ટ, જમ્‍પોરમાં એવીએરી(પક્ષીઘર) દેવકામાં નમો પથ સી-ફ્રન્‍ટ ઉપરપ્રસ્‍તાવિત કન્‍વેન્‍સન સેન્‍ટરની સાઈટનો સમાવેશ થાય છે.
ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને આ વિકાસકામોની સરાહના કરી હતી અને આ યોજનાઓ જનતા માટે લાભાકારી હોવાનું જણાવી તેની ગુણવત્તા અને સમયસીમા ઉપર વિશેષ ધ્‍યાન આપવા અધિકારીઓને નિર્દેશ આપ્‍યા હતા. આ મુલાકાત સંઘપ્રદેશના વિકાસ અને નાગરિકોના કલ્‍યાણ પ્રત્‍યે કેન્‍દ્ર સરકારની પ્રતિબધ્‍ધતા પણ દર્શાવે છે.

Related posts

ચીખલીના તલાવચોરા ગામે જંગલી ભૂંડોએ ખેતરમાં ઉભા પાકને વેર વિખેર કરી નાંખતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

વલસાડમાં ગણેશ મહોત્‍સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

હેડગેવાર ભવન મણિનગર ખાતે સામાજિક સંગઠનની મળેલી વાર્ષિક સભા

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસના ઉપલક્ષમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ ખાતે રેલી યોજાઇ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી શરૂ કરાયેલા સંઘપ્રદેશના એનઆઈએફટી-દમણ કેમ્‍પસમાંથી 10 વિદ્યાર્થીનીઓએ પૂર્ણ કરી આઉટરીચ કોર્સની તાલીમ

vartmanpravah

કપરાડાના વડોલી ગામે શિકારની શોધમાં આવેલ દિપડો કુવામાં ખાબક્‍યો

vartmanpravah

Leave a Comment