December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસે ચોરીના ડીઝલ સાથે ચાર આરોપીઓની કરી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઇ જીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.આર. સુસલાદે તથા ઘનશ્‍યામ આલાભાઈ, નીતિન ભીખાભાઈ, કિરીટસિંહ દિલીપસિંહ અંકિત હરેશભાઈ, જીતેન્‍દ્ર અમૃત, વિગેરેનાઓ ગણેશ ઉત્‍સવને લઈ પારડી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતાઆ દરમિયાન તેમને આરજે 23 જીસી 6326 નંબર ની બોલેરો ગાડીમાં ડીઝલનો જથ્‍થો સંતાડીને પારડી નેશનલ હાઈવે નંબર 48 ના સર્વિસ રોડની બાજુમાં આવેલ જલારામ નગર શ્રી એપાર્ટમેન્‍ટના ગ્રાઉન્‍ડ ફલોરમાં દુકાન નંબર 1 માં આવેલ મુસ્‍કાન બ્રેક ડાઉન નામની ગેરેજમાં ડીઝલના જથ્‍થો સંતાડવાની પહેરવી કરી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે બાતમી વાળી જગ્‍યાએ પહોંચી જોતા બાતમી વાળી બલેરો ગાડી તથા દુકાનમાંથી પ્‍લાસ્‍ટિકના અલગ અલગ કારબામાં ભરેલ ડીઝલનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે ત્‍યાં હાજર ઈસમને પૂછપરછ કરતા તેનું નામ અફઝલ હુસેન મનસુરી રહે.શ્રી એપાર્ટમેન્‍ટ હોવાનું જણાવ્‍યું હતું. પોલીસે ડીઝલના બિલ તથા કયાંથી લાવ્‍યા હોવાનું પૂછતા તેણે ગલ્લા તલ્લા કરી સાચું જણાવી ન શકતા પારડી પોલીસે 1.અફઝલ હુસેન મનસુરી રહે.શ્રી એપાર્ટમેન્‍ટ, 2.સુનિલ કેસર દેવ જાટ 3.બનવારી લાલ જેસા રામ જાટ 4.કૈલાશ સોપાલ મીણા તમામ રહે.એલ એન્‍ડ ટી કંપની બાલદાની ધરપકડ કરી 185 લિટર ડીઝલ કિંમત 16,650 અને રૂા.3,00,000 ની બલેરો ગાડી કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

કપરાડાના છેવાડાના બારપુડા ગ્રામપંચાયત ખાતે ઉપ સરપંચની વરણી માટે યોજાયેલી પ્રથમ ગ્રામસભા

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં છેતરી બાબતે ઠપકો આપવા ગયેલ પરિવારના હાથ-પગ તોડી નાખ્‍યા

vartmanpravah

વલસાડની સિંગર વૈશાલી બલસારાની હત્‍યાનું રહસ્‍ય વણઉકેલ્‍યું :પોલીસની બે ટીમ બીજા રાજ્‍યમાં ઉપડી

vartmanpravah

12 જાન્‍યુઆરીએ ધરમપુરમાં વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી અને યુવા સંમેલન

vartmanpravah

Leave a Comment