September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજનું ગૌરવ : ઈન્‍ટર કોલેજ ચેસ સ્‍પર્ધામાં બીજું સ્‍થાન મેળવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: ચણોદ સ્‍થિત કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ વાપીની ચેસ (મહિલા) ટીમે શ્રેષ્‍ઠ પ્રદર્શન કર્યું છે. ટીમે બારડોલી ખાતેઆવેલ વિદ્યાભારતી ટ્રસ્‍ટ કોલેજમાં 16 ઓગસ્‍ટ 2024 ના રોજ યોજાયેલા યુનિવર્સિટી દ્વારા આયોજિત ઈન્‍ટર કોલેજ શતરંજ (મહિલા) ટુર્નામેન્‍ટમાં બીજો સ્‍થાન મેળવ્‍યો છે. ટીમના સભ્‍યો જેમણે આ પ્રદર્શન કર્યું છે તેમાં 1.કૃતિકા શર્મા (ટી.વાય.બી.કોમ.), 2.કાજલ ત્રિપાઠી (ટી.વાય.બી.કોમ.), 3.જ્‍યોતિ ગઢવી (ટી.વાય.બી.કોમ.), 4.મોનિકા સિંહ (એસ.વાય.બી.કોમ.), 5.શ્રાવણી ગંગુર્ડે (એસ.વાય.બી.એસસી. મોઈક્રોબાયોલોજી). આચાર્ય ડો.પૂનમ બી. ચૌહાણે તમામ ખેલાડીઓ અને તેમના માર્ગદર્શકો, કોલેજના ફિઝિકલ એજ્‍યુકેશન શિક્ષકો ડો.મયુર પટેલ અને શ્રી રોહિત સિંહને મહેનત કરી આ ટુર્નામેન્‍ટમાં જમાવટ કરીને કોલેજનું નામ રોશન કરવા અને શાનદાર સફળતા માટે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી 60 દિવસ માટે ‘ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈન 2.0’ની શરૂઆત

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ ઈંચથી વધુ વરસાદ બાખક્‍યો

vartmanpravah

વાપી યુનિયન બેંકમાંથી બોગસ ચેકથી રૂા.20.59 લાખ ઉપાડી જનાર : બે આરોપીના જામીન મંજુર

vartmanpravah

વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજને ‘‘શ્રેષ્ઠ એન.એસ.એસ. કૉલેજ” પુરસ્‍કાર એનાયત થયો

vartmanpravah

વલસાડમાં અબ્રામા ખાતે ‘‘ડાયાબિટીસ મુક્‍ત ગુજરાત અભિયાન” હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment