September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 64 કર્મચારીની બઢતી સહિત 41 પોલીસ કર્મચારીને ઉચ્‍ચત્તર પગારનો લાભ મળ્‍યો

જુદા જુદા પો.સ્‍ટે.માં વિવિધ શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડ જિલ્લા પોલીસમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પૈકી 64કર્મચારીની બઢતી તેમજ 41 પોલીસ કર્મચારીઓના પગાર ધોરણ વધારવામાં આવ્‍યા છે તેથી પોલીસ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્‍યો હતો.
વલસાડ જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બિનહથિયાર ધારી અને હથિયાર ધારી પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ, મદદનીશ સબ ઈન્‍સ્‍પેક્‍ટરની બઢતી આપવામાં આવી છે તેમજ હથિયાર ધારી-બિનહથિયાર ધારી પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ સંવર્ગના પોલીસ કર્મચારીઓને ઉચ્‍ચત્તર પગાર ધોરણ મંજુર થયું છે. પોલીસ મહાનિર્દેશક મુખ્‍ય પોલીસ અધિકારી ગાંધીનગર વિકાસ સહાય તથા સુરત પોલીસ મહાનિર્દેશક પ્રેમવીરસિંહ, પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા, નાયબ પો.અધિક્ષક એ.કે. વર્મા ઉચ્‍ચ અધિકારીઓની કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. બઢતી મળેલ કર્મચારીઓ 24 અનામી હેડ કોન્‍સ્‍ટેબલ, અનામી આસિ. સબ ઈન્‍સ્‍પેક્‍ટર 29, હેડ કોન્‍સ્‍ટેબલ 4, ડ્રાઈવર આસિ. પોલીસ કોન્‍સ્‍ટેબલ 01 માઉન્‍ટેડ હેડ કોન્‍સ્‍ટેબલથી માઉન્‍ટેડ આસિ. સબ ઈન્‍સ્‍પેક્‍ટર મળી કુલ 64નો સમાવેશ થાય છે. પગાર વધારો અને બઢતીને લઈ પોલીસ વિભાગમાં કાર્યક્ષમતામાં વધારો થશે.

Related posts

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

vartmanpravah

‘‘બુઝૂર્ગો કા વિશ્વાસ હમારા પ્રયાસ” સૂત્ર સાથે રાષ્‍ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધન સામગ્રી વિતરણ કરવા શિબીરનું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

વાપીની આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં 2024-25ની પ્રવેશ પ્રક્રિયા શરૂ

vartmanpravah

દાનહ સંવિધાન ગૌરવ સમિતિએ કરાડ ખાતે આવેલ પોલિટેક્‍નીક કોલેજનું નામ ટૂંકમાં નહી પણ પૂર્ણ ડો. બાબાસાહેબ આંબેડકર પોલિટેક્‍નીક કોલેજ તરીકે લખવા કરેલી અરજ

vartmanpravah

ચીખલીના થાલામાં નહેરની પાળ ઉપર મોટા પ્રમાણમાં પ્‍લાસ્‍ટિકનો કચરો ઠલવાતા ફેલાયેલી ગંદકી

vartmanpravah

Leave a Comment