December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી, પારડી, કપરાડા તાલુકામાં મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 21.25 કિ.મી.ના 1033 લાખના કામો મંજૂર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી, પારડી, કપરાડા તાલુકામાં માટીકામ, મેટલકામ, ડામરકામ તથા જરૂરી નાળાકામ/સ્‍ટ્રક્‍ચરની કામગીરી માટે રસ્‍તાઓની મંજૂરી મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ 2024-25 હેઠળ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવ્‍યા છે.
નાગરિકોના સુખાકારી અને સુગમ મુસાફરી માટે કુલ 21.25 કિ.મી.ના 1033 લાખના કામો માટે મંજૂરી આપવા બદલ ગુજરાત સરકારનો પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
કપરાડા 181 વિભાગમાં સમાવિષ્ટ વાપી પારડી કપરાડાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં રસ્‍તાઓ દેગામ ભિનાર મુખ્‍ય રસ્‍તાથી ઝરપાણિયા ફળિયાને જોડતો રસ્‍તો, પંચલાઈ પટેલ ફળિયા મુખ્‍ય રસ્‍તાથી માયાવંશી ફળિયા પ્રિયાંકભાઈ પ્રવિણભાઈમાયવંશીના મહોલ્લાને જોડતો રસ્‍તો, તરમાલિયા રાઈણી ફળિયા મુખ્‍ય રસ્‍તાથી ભવાની માતાના મંદિર થઈ દૂધી માતાના મંદિર તરફ તો રસ્‍તો, ગોઈમા દાંડી ફળિયા મુખ્‍ય રસ્‍તાથી દિલીપભાઈ મોહનભાઈ વાડી થઈ ગુલાબભાઈ રઘુભાઈ પટેલના ફાર્મને જોડતો રસ્‍તો, અંબાચ પાથરપૂજા મુખ્‍ય રસ્‍તાથી નેવીયા ફળિયા થઈ ઝંડુ ફાર્મને જોડતો રસ્‍તો, કાકડકોપર નિશાળ ફળિયા મુખ્‍ય રસ્‍તાથી દંડવત ખોરી ફળિયા થઈ નિશાળ ફળિયાને જોડતો રસ્‍તો, કાકડકોપર જુના પટેલ ફળિયા મુખ્‍ય રસ્‍તાથી જુના પટેલ ફળિયા મહોલ્લાને જોડતો રસ્‍તો, કાજલી ખડકી ફળિયા મુખ્‍ય રસ્‍તાથી ખાડી ફળિયા રવજીભાઈના મહોલ્લાને જોડતો રસ્‍તો, સુખાલા પટેલ ફળિયા મુખ્‍ય રસ્‍તાથી રાધાસ્‍વામી ડોલ મંદારભાઈ માસ્‍ટરના મહોલ્લાને જોડતો રસ્‍તો, નીલૉશિ મુખ્‍ય રસ્‍તાથી ગાજરમાળ થઈ ખડકી ફળિયાને જોડતો રસ્‍તો, વરવઠ મુખ્‍ય રસ્‍તાથી મહાદેવ મંદિર થઇ મંદિર ફળિયાને જોડતો રસ્‍તો, શુકલબારી મુખ્‍ય રસ્‍તાથી પ્રાથમિક શાળા, આંગણવાડી થઈ ખાતુનિયા ખંડી ફળિયાને જોડતો રસ્‍તો, અંભેટી બાંગીયા ફળિયા મુખ્‍ય રસ્‍તાથી મુકેશભાઈ આયતુલભાઈ પટેલના મહોલ્લાને જોડતો રસ્‍તો, મોટાપોંઢા મુખ્‍ય રસ્‍તાથી બરમબેડા રામુભાઈ છગનભાઈના ડેરી તરફ જતો રસ્‍તો, તિસ્‍કરીજંગલ મૂળગામ મુખ્‍ય મહોલ્લાથી ઈન્‍ટેકવેલ તરફ જતોરસ્‍તો, વારોલી માંડવા મુખ્‍ય રસ્‍તાથી ખાંડરા ખોરી ફળિયા માદૂભાઈ પોસ્‍ટ માસ્‍ટરના મહોલ્લાને જોડતો રસ્‍તો, વારોલી જંગલ મુખ્‍ય રસ્‍તાથી પંચાયત થઈ પ્રાથમિક શાળા, આંગણવાડી નિશાળ ફળિયાને જોડતો રસ્‍તો, માંડવા વારોલી મુખ્‍ય રસ્‍તાથી મોડેલ સ્‍કૂલથી મિશાળ ફળિયા થઈ મુખ્‍ય રસ્‍તાને જોડતો રસ્‍તો વિસ્‍તારમાં જરૂરી રોડ માટીકામ, મેટલકામ, ડામરકામ તથા જરૂરી નાળાકામ/સ્‍ટ્રક્‍ચરની કામગીરી માટે રસ્‍તાઓની મંજૂરી મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજનામાં મંજૂર લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
—-

Related posts

વલસાડ જિલ્લામાં આગામી તા.2 માર્ચે હળવા વરસાદની આગાહી, ખેડૂતોને સતર્ક રહેવા સૂચન

vartmanpravah

આર્થિક સંકડામણને લઈ જીવન ટૂંકાવવા નીકળેલ પારડીના ખેરલાવની માતા અને બે પુત્રીઓ હેમખેમ પરત આવી

vartmanpravah

સંઘપ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી મુલાકાત દરમિયાન ઉપ રાષ્‍ટ્રપતિ સાથેની વાતચીતમાં પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવાતી વિશેષ કાળજીથી પરિચિત થયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ગોરગામ પીએચસી સહિત તેમના હસ્‍તકના તમામ 7 સબ સેન્‍ટરો નેશનલ લેવલે ક્‍વોલિફાઈડ થયા

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્‍યો દ્વારા ગામમાં બનેલા ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ઉમરગામ નગર પાલિકા સામે ભ્રષ્ટાચારની પાયા વિહોણી બુમરાણમા પ્રજા સવાલદારની ભૂમિકામાં

vartmanpravah

Leave a Comment