April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી, વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશમાં આજથી રિધ્‍ધિ સિધ્‍ધિના દાતા દેવતા ગણેશજીના મહામહોત્‍સવનો પ્રારંભ

છેલ્લા અઠવાડિયાથી લઈ આજદિન સુધી હજારો ગણેશ મૂર્તિઓની ભાવિકોએ વાજતે ગાજતે પધરામણી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ભારતના સનાતન ધર્મનીઆસ્‍થા સાથે સંકલાયેલા રિધ્‍ધિ-સિધ્‍ધિના દાતા દેવતા એવા ગણેશજીના મહામહોત્‍સવનો શનિવારથી ભવ્‍ય પ્રારંભ થશે. દશ દિવસ ચાલનારા ગણેશ મહોત્‍સવની પૂર્વ તૈયારીઓ ભાવિકો, ગણેશ ભક્‍તોએ અઠવાડીયાથી આરંભી દીધી છે. આવતીકાલે ગણેશ ચતુર્થીના પુણ્‍યશાળી દિવસથી વાપી સહિત વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં ગણેશજીના મહા મહોત્‍સવનો શુભારંભ થશે.
ગુજરાત, મહારાષ્‍ટ્ર સહિત સમગ્ર દેશમાં ગણેશ મહોત્‍સવની ઉજવણીની આતુરતા ગણેશ ભક્‍તો મહિનાઓ પહેલાથી કરતા હોય છે. છેલ્લા અઠવાડિયાથી નયનરમ્‍ય કલાત્‍મક ગણેશ મૂર્તિઓની પધરામણીઓ શરૂ થઈ ગઈ છે. સુંદર રીતે સજાવેલ સેંકડો ગણેશ પંડાલોમાં બાપ્‍પાની વિધિવત સ્‍થાપના થશે અને દશ દિવસ અનંત ચૌદશ સુધી દરરોજ આરતી, પૂજા, અર્ચના ગણેશ ભક્‍તો તન મનથી કરશે. ગણેશ સ્‍થાપના દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસની પરંપરા છે તે મુજબ ત્‍યારબાદ ગણેશજીની મૂર્તિઓનું ભાવિક ભક્‍તો, નદી, તળાવ, કે દરીયામાં અશ્રુભીની આંખે બાપ્‍પાની મૂર્તિઓનું વિસર્જન કરશે. અગલે વરસ લૌકરીયા કહી બાપ્‍પાને ભાવભીની વિદાય અપાશે.

Related posts

નવસારી વિજલપોર ખાતે આવેલ મારૂતિનગર મરાઠી શાળામાં વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

નરોલી ગ્રા.પં. વિસ્‍તારમાં ગંદકી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીની નરોલી ગામની મુલાકાત દરમિયાન નજરે પડેલી ગંદકી

vartmanpravah

પારડી પોલીસ લાઈન પાછળથી 10 જુગારીયાનેઝડપતી પારડી પોલીસ

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજમાં બીજો દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

નવરાત્રિમાં સેલવાસમાં મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયા

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહન જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment