October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશ

‘‘પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા” યોજનાની ચોથી વર્ષગાંઠ પર દીવને મળી ભેટ વણાંકબારા ફિશિંગ હાર્બરના નિર્માણ માટે રૂા.128.86 કરોડની રકમ મંજૂર કરાઈ

કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રી, રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહે આજે નવી દિલ્‍હીમાં ‘‘પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા” યોજનાની ચોથી વર્ષગાંઠ નિમિત્તે કરેલી જાહેરાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12: પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા યોજનાની ચોથી વર્ષગાંઠ પર, કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહે કેન્‍દ્ર શાસિત પ્રદેશ 3ઝના દીવ જિલ્લાના માછીમારો માટે મોટી ભેટની જાહેરાત કરી છે. નવી દિલ્‍હીમાં આ અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં કેન્‍દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે દેશના વિવિધ પ્રોજેક્‍ટ્‍સમાં માછીમારો માટે મોદી સરકાર દ્વારા મંજૂર કરાયેલા ભંડોળની માહિતી શેર કરી હતી. જેમાં દીવ જિલ્લાના વણાકબારા ખાતે માછીમારી બંદર માટે રૂા.128.86 કરોડની નાણાકીય મંજૂરીની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પી.એમ. મોદીને દીવ જિલ્લાના માછીમારોની સુવિધા માટે વણાંકબારા ફિશિંગ હાર્બર પ્રોજેક્‍ટને મંજૂરી આપવા વિનંતી કરી હતી. આ પછી, આ પ્રોજેક્‍ટ માટે 100 ટકા ભારત સરકારના ભંડોળની ફાળવણી માટે પણ વિનંતી કરવામાં આવી હતી. હવે ભારત સરકારે વણાંકબારા ફિશિંગ હાર્બર માટે રૂા.128.86 કરોડ મંજૂર કરીને આ પ્રોજેક્‍ટને શક્‍ય તેટલી વહેલી તકે જમીન પરથી ઉતારવાનો માર્ગ સાફકર્યો છે.

Related posts

દાનહઃ સાયલીમાં ‘સ્‍વચ્‍છતા પખવાડિયા’ સંદર્ભે ડ્રોઈંગ હરીફાઈ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા અને જિ.પં. પ્રમુખ નિશા ભવરે સીલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું અનાવરણ

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખખડધજ રસ્‍તાઓ તરફ ધ્‍યાન દોરવા મામલતદારને આપેલું આવેદનપત્ર

vartmanpravah

સરીગામ લક્ષ્મી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજીમાં ટેક ફેસ્‍ટ એકત્ર-2023 નો ઉદ્દઘાટન સમારંભ

vartmanpravah

પારડીના એક નામચીન વ્યક્તિની પત્નીને મેમો આપવાનું ભારે પડ્યુંઃ વહેલી સવારે પારડી ઓવરબ્રિજ નીચે બાઈક મૂકી જતા નોકરિયાતો દંડાયા

vartmanpravah

દાનહઃ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ અને હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા સ્‍પેક્‍ટ્રમ 2021-22 કાર્યક્રમનું ભવ્‍ય આયોજન

vartmanpravah

Leave a Comment