January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાની વહિયાળ હાઈસ્‍કૂલના એથ્‍લેન્‍ટિકસ સ્‍પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને હાફ પેન્‍ટ તથા ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિ.પંચાયત સભ્‍ય અને નાની વહીયાળ હાઈસ્‍કૂલના આચાર્ય શ્રી શૈલેશકુમાર આર પટેલ અને ટ્રેનર વિજયકુમાર વાની ના પ્રયત્‍નોથી વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા નાની વહીયાળ અને આશ્રમશાળા નાની વહીયાળ.તા. ધરમપુરના તાલુકા કક્ષાની શાળાકીય એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધામાં વિજેતા થયેલ કુલ 60 વિદ્યાર્થીઓને સાંઈનાથ હોસ્‍પિટલના ડોક્‍ટર હેમંતભાઈ પટેલ તરફથી હાફપેન્‍ટ અને નાની વહીયાળ ગામના કિરણભાઈ આર.ઘાટાળઅને રાજુભાઈ કુમાવત તરફથી ટીશર્ટ આપવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ વિજેતા થવા શુભેચ્‍છાઓ પાઠવી હતી. ડોક્‍ટર હેમંતભાઈ પટેલે અગાઉ શાળાના અનાથ વિદ્યાર્થીઓને ગરમ શાલ અને સ્‍પોર્ટસ ડ્રેસ આપેલ છે. દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ શાળા અને આશ્રમ શાળા પરિવાર વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવા બદલ દાતાઓનો હદયપુર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

પારડી શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન માણવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી નગરપાલિકાની 18મી ઓક્‍ટોબરે સામાન્‍ય સભા યોજાશે : આચાર સંહિતા પહેલાં મહત્તમ કામોને બહાલી અપાશે

vartmanpravah

સરીગામ પંચાયતે મુખ્‍ય રસ્‍તાના દબાણો દૂર કરવા આપેલુ અલ્‍ટીમેટમ

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી

vartmanpravah

વાપી ફોર્ટીશેડ કંપની નજીક ખુલ્લા મેદાનમાંજુગાર રમતા પાંચ જુગારિયા ઝડપાયા

vartmanpravah

વાપીમાં ગાંધી જયંતિની ઉજવણી : ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સાથે ઉજવણી કરી

vartmanpravah

Leave a Comment