January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના માર્ગદર્શન અનુસાર દક્ષિણ ગુજરાતના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે અને ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્‍ણવના નેતૃત્‍વમાં દેશના યશસ્‍વી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના 74મા જન્‍મદિવસની ભવ્‍ય ઉજવણી વૈદિક યજ્ઞ સાથે કરવામાં આવી હતી. જેમાં મોદીજીને દીર્ઘાયુ, ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય અને યશસ્‍વી થવા માટે શુભકામનાઓ આપવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં અલગ અલગ તાલુકા વાપી, ધરમપુર, પારડી અને વલસાડમાં અલગ અલગ જગ્‍યાએ એમ કુલ 6 સ્‍થળે યજ્ઞ કરવામાં આવ્‍યા હતા, જેમાં મોટી સંખ્‍યામાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના યોગ કોચ, ટ્રેનર્સ, સાધકો અને અન્‍યલોકોએ ઉત્‍સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ યજ્ઞના માધ્‍યમથી પ્રધાનમંત્રીશ્રી મોદીજીને બર્થ ડે સોંગ ગાઈ ચોકલેટ અને મીઠાઈ વહેંચી હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

લોકસભાની દાનહબેઠકની પેટા ચૂંટણીમાં 3 ઓબ્‍ઝર્વરોની નિમણૂક

vartmanpravah

પારડીમાં સાળંગપુરના હનુમાન દાદાના રથની પધરામણી

vartmanpravah

પારડીમાં મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢમાં વિધાનસભામાં મળેલા વિજયની કરાયેલી ઉજવણી

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે સાદડવેલથી દારૂ ભરેલ કાર ઝડપી

vartmanpravah

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

vartmanpravah

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment