August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસમાં 5 વર્ષના બી.એ. એલ.એલ.બી. અને 1 વર્ષના એલ.એલ.એમ. અભ્‍યાસક્રમમાં 25 ટકા બેઠકો સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડોમિસાઈલ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અનામત છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ દ્વારા રાખોલી, દપાડા, ખાનવેલ, દમણ, ટોકરખાડા અને ગલોંડાની દસ સરકારી શાળાઓના ધોરણ 12ના 450થી વધુ વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ(ઘ્‍ન્‍ખ્‍વ્‍) માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્‍ય વિદ્યાર્થીઓને કાયદાકીય ક્ષેત્રમા કારકિર્દી આગળ ધપાવવાની આવશ્‍યક માહિતીથી સજ્જ કરવાનો હતો. આ કેમ્‍પનો લાભ લેનારા શાળાના વિદ્યાર્થીઓએ કેમ્‍પસ ટૂરનો આનંદ માણ્‍યો અને જીએનએલયુના હાલના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો, અને કાનૂની અભ્‍યાસમાં મૂલ્‍યવાન આંતરદૃષ્ટિ મેળવી.
આ કેમ્‍પમાં કાયદાના શિક્ષણ બાદ કારકિર્દીના બહુવિધ વિકલ્‍પોની માહિતી આપવા સાથે કોમન લૉ એડમિશન ટેસ્‍ટવિશેની મુખ્‍ય વિગતો સમજાવવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસમાં 5 વર્ષના બી.એ. એલ.એલ.બી. અને 1 વર્ષના એલ.એલ.એમ. અભ્‍યાસક્રમમાં 25% બેઠકો યુ.ટી. ડોમિસાઈલ વિદ્યાર્થીઓ માટે અનામત છે. જી.એન.એલ.યુ.ના યુવાનો માટે ગુણવત્તાયુક્‍ત કાયદાકીય શિક્ષણની પહોંચને આગળ વધારવામા તેમના સમર્થન બદલ સંઘપ્રદેશ પ્રશાસન અને ખાસ કરીને શિક્ષણ વિભાગનો આભાર વ્‍યક્‍ત કરે છે.
કાયદાના ઉચ્‍ચ અભ્‍યાસ માટે ઈચ્‍છુક સંઘ પ્રદેશના વિદ્યાર્થીઓને વધુ મદદ કરવા માટે જી.એન.એલ.યુ. નવેમ્‍બરમાં ખાનવેલ અને સેલવાસ ખાતે મફત કોચિંગ સત્રો ઓફર કરશે, અને સાથે સાથે નિઃશુલ્‍ક વાંચન સામગ્રી પણ આપવામાં આવશે.

Related posts

સમાજ માટે હમ સાથ સાથ હૈઃ બિરસા મુંડા જન્‍મ જયંતિની કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક સાથે ઉજવણી કરતા આદિવાસીઓમાં જોવા મળેલો ઉત્‍સાહ

vartmanpravah

વાપીની કંપની સંચાલકોએ 7 વર્ષનો 3.01 કરોડ વેચાણ વેરો નહી ભરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

ભિલાડથી સુરભીકુમારી ગુમ

vartmanpravah

નહેર અંડર ગ્રાઉન્‍ડ કરાયાની સાથે મેદાનમાં નવીનીકરણ બાદ ચીખલીના વંકાલમાં આર્યા ગ્રુપ અને કોળી સમાજની ડે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો ભવ્‍ય પ્રારંભ

vartmanpravah

અતુલ કંપનીના એબોક્‍સી પ્‍લાન્‍ટના ત્રીજા માળે સેફટી બેલ્‍ટથી યુવાન કર્મચારીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

vartmanpravah

દાનહમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ કુલ 5 કેસ સક્રિય

vartmanpravah

Leave a Comment