December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે રોલા ગામે યોજાયેલ બાઈકર્સ ઈવેન્‍ટ ભારે પડયો, જોખમી સ્‍ટંટ કરનારાઓ સામે ગુનો નોંધાયો

આયોજક ઈન્‍ડીયા બાઈક વિથ ચાય પકોડા રાઈડના સંચાલક શિવમ પવાર સહિત 9 વિરૂધ્‍ધ પોલીસ કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ હાઈવે રોલા ગામે એક હોટલના પાર્કિંગમાં રવિવારે બાઈકર્સ ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિવિધ બાઈકર્સે જોખમી સ્‍ટંટ કરેલો વિડીયો વાયરલ થયેલો. જેની જાણ પોલીસને થતા તુરંત એકશન લેવાઈ હતી. આયોજક સહિત 9ની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં લાઈક અને ફોલોવર્સ વધારવાની ઘેલછા આજકાલ યુવાનોમાં હદથી પણ વધારે જોવા મળે છે. તેવી જીવના જોખમે સસ્‍તી પ્રસિધ્‍ધિ મેળવવાનુંઆયોજન વલસાડ હાઈવે રોલા ગામે આવેલ ટેસ્‍ટી ટચ રેસ્‍ટોરન્‍ટના કમ્‍પાઉન્‍ડ પાર્કિંગમાં રવિવારે બાઈકર્સ ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ આયોજન ઈન્‍ડીયા બાઈક વિથ ચાય-પકોડા રાઈડના સંચાલક શિવમ પવારે કર્યું હતું. કેટલાક બાઈકર્સે હાઈવે ઉપર પણ સ્‍ટંટ કર્યા હતા. જેનો વિડીયો વાયરલ થતાં ડુંગરી પોલીસ એકશનમાં આવી હતી. આયોજક સહિત 9 બાઈકર્સ વિરૂધ્‍ધ ગુનો નોંધી બાઈકો જપ્ત કરીને પોલીસે જોખમી સ્‍ટંટ કરનાર બાઈકર્સને પાઠ ભણાવી દીધો હતો.

Related posts

દાનહ પોલીસે ઘરફોડ ચોરીના ચાર રીઢા આરોપીઓની કરી ધરપકડ

vartmanpravah

vartmanpravah

ઉમરગામની મુલાકાતે આવેલા પ્રશાંત કારૂલકરનું અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

રાષ્ટ્રીય સફાઇ કામદાર આયોગના સદસ્ય અંજના પવારે અમદાવાદની મુલાકાત લીધી: સફાઇ કામદાર આયોગ અને વિવિધ યુનિયન સંગઠનો સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની મિટિંગ યોજાઈ : સદસ્‍યતા અભિયાનની માહિતી અપાઈ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન 2024-‘25ના વર્ષમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વર્ગની મહિલાઓને 2000 ગીર ગાયોનો લાભ આપશે

vartmanpravah

Leave a Comment