June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાર રસ્‍તા કચ્‍છી માર્કેટમાં સિગારેટ ડીસ્‍ટ્રીબ્‍યુટર્સના ગોડાઉનમાં હજારોની સિગારેટની ચોરી

રોયલ ચેમ્‍બર્સ ઘટેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી ચાર રસ્‍તા પાસે આવેલ કચ્‍છી હોલસેલ માર્કેટ સ્‍થિત સિગારેટના ગોડાઉનમાં હજારો રૂપિયાની કિંમતની સિગારેટ ચોરટાઓ ચોરી કરી અંધારામાં ફરાર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
વાપી ચાર રસ્‍તા કચ્‍છી હોલસેલ માર્કેટમાં આવેલ રોયલ ચેમ્‍બર્સમાં જે.પી. પટેલ એન્‍ડ સન્‍સ નામની સિગારેટ ડીસ્‍ટ્રીબ્‍યુટર્સની ઓફીસ અને ગોડાઉન આવેલા છે. રવિવારે માર્કેટ બંધ હતું તે દરમિયાન રાત્રીના સમયે બે થી ત્રણ ચોરટાઓએ શટર તોડી ગોડાઉનમાં ઘૂસી સિગારેટ જથ્‍થાની ચોરી કરી ગયા હતા.સવારે દુકાન માલિક શશીભાઈ પટેલ આવીને જોયુ તો દુકાન ઓફીસ શટરના તાળા તુટેલા જોયા હતા. તપાસ કરતા સિગારેટ કાર્ટુન અને બોરાઓમાંથી જુદા જુદા પ્રકારની સિગારેટના બોક્ષ ચોરાયાનું માલુમ પડયું હતું. ચોરી અંગે જીઆઈડીસી પોલીસમાં શશીકાંત પટેલએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કવર કરીને વધુ તપાસ હાથ ધરી છે. ચોરી કરવા બે થી ત્રણ ઈસમો ફુટેજમાં ચોરી કરતા દેખાઈ રહ્યા છે.

Related posts

વાપી મામલતદાર કચેરીમાં સ્‍વાગત કાર્યક્રમ યોજાયો: 15 આવેદનોનો સકારાત્‍મક ઉકેલ કરવામાં આવ્‍યો

vartmanpravah

વાપી પેટ્રોલ પમ્‍પના કર્મચારી ઉપર દિવાલ પડતા દબાઈ ગયો

vartmanpravah

ફડવેલમાં કદાવર દીપડો પાંજરે પુરાયો

vartmanpravah

દમણની જે.બી. ફાર્માસ્‍યુટિકલે મરવડની સરકારી શાળાને બુલેટીન બોર્ડ, વોટર એક્‍વાગાર્ડ, પોડિયમ, સ્‍પીકર સહિતની આપેલી ભેટ

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલની સવારે ગોળી મારી કરાયેલી હત્‍યા

vartmanpravah

વલસાડમાં ગુજરાત રાજ્‍યમાધ્‍યમિક-ઉચ્‍ચત્તર માધ્‍યમિક બોર્ડની સામાન્‍ય ચૂંટણીનું મતદાન યોજાયું

vartmanpravah

Leave a Comment