October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

સોમવારની મોડી રાત્રે અથાલ દમણગંગા નદીના પુલ પરથી યુંવાને ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ નદીમાંથી બહાર કાઢી બચાવ્‍યો: યુવકની સ્‍થિતિ નાજૂક હોવાના કારણે આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : ગઈકાલે રાત્રિના સુમારે સેલવાસ-નરોલી રોડ પર અથાલ દમણગંગા નદીના પુલ પર એક યુવાન દોડતો દોડતો આવી નદીમાં ઝંપલાવી દીધું હતું.ફાયર વિભાગની ટીમે રેસ્‍કયુ કરી યુવાનને બચાવી સારવાર અર્થે સિવિલ હાસ્‍પિટલમાં દાખલ કરવામા આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉમેશ કુમાર (ઉ.વ.21) હાલ રહેવાસી પ્રમુખ વિહાર સોસાયટી- સેલવાસ અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ. જે સોમવારની રાત્રિના દસ વાગ્‍યાના સુમારે ઘરના વડીલો સાથે અગમ્‍ય કારણસર ઝગડો કર્યા બાદ હું મરી જઈશ એમ કહી સોસાયટીમાંથી દોડતો દોડતો બહાર નીકળી ગયો હતો, જેની પાછળ એમના પરિવારના સભ્‍યો પણ દોડીને પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ હાથમા આવ્‍યો ન હતો અને દમણગંગા નદીના પુલ પરથી છલાંગ લગાવી દીધી હતી.
આ ઘટના અંગે ફાયર અને પોલીસ તંત્રને કરવામાં આવતા ફાયરના લાશ્‍કરો અને પોલીસકર્મીઓની ટીમ ધસી આવી હતી.લગભગ દોઢ કલાકની ભારે જહેમત બાદ યુવાનને નદીમાંથી બહાર કાઢવામાં આવ્‍યો હતો, તે સમયે અર્ધબેભાન અવસ્‍થામાં હતો જેથી તાત્‍કાલિક 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સારવાર અર્થે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. યુવકની હાલત નાજુક હોવાના કારણે વધુ સારવાર માટે આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્‍યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં યુવાનોમાં ધીરજની કમીના કારણે અજુગતુ પગલું ભરી દેવાનો જાણે નિયમ બની ગયો હોય એમ ઘટના બની રહી છે. અંતે જેનો ભોગ એમના પરિવારના વડીલો અને સભ્‍યોએ ભોગવવો પડે છે.

Related posts

નવનિર્મિત વરકુંડ ગ્રામ પંચાયતના મકાનને નિહાળી પ્રશાસકશ્રીએ પ્રગટ કરેલી પ્રસન્નતા: પંચાયતના અંદર લાઈબ્રેરી સહિતની વ્‍યવસ્‍થાથી પણ પ્રભાવિત

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા દુકાનોમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ રેનકોટ જપ્ત કરી વેપારીઓને દંડિત કરાયા

vartmanpravah

ટાઉન પોલીસની જાંબાઝ અભિનંદનીય કામગીરી: વાપીમાં સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં દબોચી લીધો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રદૂષણ વિભાગ દ્વારા સીલ કરાયેલા બે ટ્રક ગાયબ થવાની ઘટનામાં યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ પ્રા.લિ. સામે નોંધાયેલો ગુનો: મોટી દમણના કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશને શરૂ કરેલી કાર્યવાહી

vartmanpravah

‘‘વિદ્યાર્થી ઉદ્યમીતા સાહસિકતા નીતિ” અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ભીલાડ સરકારી વિજ્ઞાન કોલેજના બે વિદ્યાર્થીની પસંદગી

vartmanpravah

દમણની સરકારી પોલીટેકનિક કોલેજમાં સિવિલ એન્‍જિનિયરીંગ વિભાગ દ્વારા ‘એન્‍જિનિયર્સ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment