કલાબેન ડેલકરે લોકસભાના સ્પીકર ઓમ બિરલા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરને લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલા દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના ગૃહ બાબતો સંબંધિત સમિતિના સભ્ય બનાવાયા છે.ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ ગૃહ બાબતોની સમિતિની યાદીમાં દાનહના સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરનું નામ સામેલ કરાયું છે. આ સમિતિમાં લોકસભાના અને રાજ્યસભાના સાંસદોને પણ સામેલ કરવામાં આવ્યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની કમિટીમાં સભ્ય પદ મળતા દાનહના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલા, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે સાંસદ શ્રી કલાબેન ડેલકરને કેન્દ્રીય ગૃહમંત્રાલયની કમિટીમાં મળેલા સભ્ય પદ બદલ દાનહવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

