September 7, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘ફ્રાઈ ડે ડ્રાય ડે’ અભિયાન અંતર્ગત દાનહમાં ખતરનાક ડેન્‍ગ્‍યુને અટકાવવા માટે મચ્‍છરોના પ્રજનન સ્‍થળો નષ્ટ કરાયા

શાળાના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલીનું આયોજન કરી ડેન્‍ગ્‍યુના અટકાયતી પગલાં માટેનો લોકોને આપેલો સંદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : વરસાદની ઋતુમાં વધતી ડેન્‍ગ્‍યુની બીમારીને અટકાવવા માટે આરોગ્‍ય વિભાગે ડેન્‍ગ્‍યુ રોધી અંતર્ગત ‘ફ્રાઈડે ડ્રાય ડે’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના માધ્‍યમથી પ્રદેશના દરેક ગામોમાં મચ્‍છરોના પ્રજનન સ્‍થળોને નષ્ટ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્‍યું હતું. આ પહેલનો ઉદ્દેશ્‍ય છેઘરની આજુબાજુની જગ્‍યાઓમાં જમા થયેલ સાફ પાણીને હટાવી અને ઘરની અંદરના પાણીને બદલવું જેના કારણે ડેન્‍ગ્‍યુ મચ્‍છરના લાર્વા નષ્ટ થાય અને આ બીમારીને ફેલાતા રોકી શકાય.
પ્રદેશમાં લોકોની સહાયતાથી આ અભિયાન અંતર્ગત ગામડાઓમાં, સોસાયટી, ચાલો, સ્‍કૂલ, ઔદ્યોગિક એકમો, બિલ્‍ડિંગના નિર્માણ સ્‍થળો, આરોગ્‍ય સંસ્‍થાનોમાં જમા થયેલ પાણીને હટાવવામાં આવ્‍યું હતું. જેનાથી મચ્‍છરોના પ્રજનન સ્‍થળોને નષ્ટ કરાયા હતા. આ અભિયાન અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ રેલી કાઢી ડેન્‍ગ્‍યુને અટકાવવા માટેનો સંદેશ પણ આપ્‍યો હતો અને આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ ચાલીઓમાં અને સોસાયટીઓમાં રહેતા લોકોને ખતરનાક ડેન્‍ગ્‍યુને અટકાવવાના ઉપાયો અંગે જાણકારી આપવામાં આવી હતી. આ અભિયાનમાં આરોગ્‍ય કર્મચારીઓ, નગર પાલિકા, જિલ્લા પંચાયતના લોકો, ચૂંટાયેલ જન પ્રતિનિધિઓ, શાળાના વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓએ ભાગ લીધો હતો.

Related posts

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત આયોજીત ‘ઈન્‍ડિયા ડે’ના કાર્યક્રમમાં સેલવાસમાં વિવિધતામાં એકતા, એક ભારત શ્રેષ્‍ઠ ભારતનો જયઘોષ

vartmanpravah

સંઘપ્રદેશની સરકારી નોકરીમાં સ્‍થાનિકોને પ્રાધાન્‍ય આપવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

ચીખલીના કલીયારીમાં મધરાત્રે શિરડીથી અમદાવાદ જતી લક્‍ઝબરી બસ અને આઈસર ટેમ્‍પો સામસામે ભટકાતા બંને ચાલકના મોત

vartmanpravah

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment