September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના નિર્દેશઅનુસાર હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકામાં બામટી ગામે આદિજાતિ વિભાગના આદર્શ નિવાસી શાળાના હોલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનું સંપૂર્ણ સંચાલન જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્‍ણવ દ્વારા કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમમાં આદર્શ નિવાસી શાળાના પી.ટી. શિક્ષક પ્રકાશભાઈ પટેલ, કપરાડા નિવાસી શાળા બામટીના જન્‍મય પટેલ, ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના યોગ કોચ શિવમ ગુપ્તા, યોગ ટ્રેનર રેણુકા નિમાવત, ક્રિશા નિમાવત અને મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સરસ્‍વતી સાધના વિદ્યાલયની બાળાઓએ લોક નૃત્‍યની કળતિ રજૂ કરી સૌને મંત્રમુગ્‍ધ કર્યા હતા.

Related posts

દાનહમાં આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરાઈ

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

ચીખલી તેજલાવનો કાર માલિક ઘરે જ હોવા છતાં બગવાડા ટોલનાકા પર ફાસ્‍ટેગથી રૂપિયા કપાયા

vartmanpravah

ચીખલીના ટાંકલ-સરૈયા માર્ગ ઉપર મોટર સાયકલ પરથી પટકાતા મહિલાનું સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah

ભંગારની આડમાં રીક્ષા ટેમ્‍પોમાં દારૂ લઈ જતા બે ખેપિયા પારડી ચાર રસ્‍તા નજીકથી ઝડપાયા

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાઢ ધુમ્‍મસ છવાયું

vartmanpravah

Leave a Comment