Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન અંતર્ગત સરીગામ જીપીસીબી, એસઆઈએ, નોટિફાઇડ અને સીઈટીપીએ સંયુક્‍ત કાર્યક્રમ યોજી સ્‍વચ્‍છતા લક્ષી કરેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.30: આજરોજ સરીગામ જીઆઇડીસીમાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સમિતિ, સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન, નોટિફાઇડ કચેરી અને કોમન ઇન્‍ફયુલેન્‍ટ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટના સંયુક્‍ત ઉપક્રમે સ્‍વચ્‍છતા લક્ષી કાર્યક્રમ અને કામગીરીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અભિયાન અંતર્ગત સવારે 10:30 કલાકે જીપીસીપી કચેરીના પરિસરમાં સ્‍વચ્‍છતાની કામગીરી સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ નોટિફાઇડ કચેરી અને મેડલીન (જેબીએફ કંપની) ના વિસ્‍તાર અને આજુબાજુમાં સફાઈ અભિયાન હાથ ધરી પ્રજામાં સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.આ પ્રસંગે જીપીસીપીના પ્રાદેશિક અધિકારી શ્રી એ ઓ ત્રિવેદી, એસઆઈએના પ્રમુખશ્રી નિર્મલભાઈ દુધાની, મેડલી કંપનીના મેનેજર શ્રી કલ્‍પેશભાઈ ભગતે સ્‍વચ્‍છતા કાર્યક્રમનો ઉદ્દેશ અને સ્‍વચ્‍છતાથી થનારા ફાયદાઓ વિશે સમજ આપી હતી. આ ઉપરાંત વર્ષ દરમિયાન સ્‍વચ્‍છતા લક્ષી કરવામાં આવી રહેલી કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી.
અંતમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ એસઆઈએના સભાખંડમાં બેઠકના આયોજન સાથે કરવામાં આવી હતી. જ્‍યાં જીપીસીપીના પ્રાદેશિક અધિકારીશ્રી એ ઓ ત્રિવેદીએ સ્‍વભાવ સ્‍વચ્‍છતા અને સંસ્‍કાર સ્‍વચ્‍છતાનો સંકલ્‍પ કરાવતા ઉપસ્‍થિત તમામ ઉદ્યોગપતિઓને સ્‍વચ્‍છતામાં રહેવું અને વિસ્‍તારને સ્‍વચ્‍છતા રાખવો તેમજ ગંદકી ન ફેલાવે એના માટે શપથ લેવડાવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે તમામ ઉદ્યોગપતિઓએ પોતાની કંપની સહિત નોટિફાઇડ વિસ્‍તારમાં ગંદકી નહીં કરવાનો સંકલ્‍પ કર્યો હતો. આ સંકલ્‍પ બાદ શપથ લેવડાવનાર જીપીસીપીના પ્રાદેશિક અધિકારી અને શપથ લેનાર સરીગામના ઉદ્યોગપતિઓ હવે આવનારા સમયમાં સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃત રહેશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં એસઆઈએ પ્રમુખશ્રી નિર્મલભાઈ દુધાની, પૂર્વ પ્રમુખ શ્રી શિરીષભાઈ દેસાઈ, સેક્રેટરીશ્રી આનંદભાઈ પટેલ, પૂર્વ પ્રમુખશ્રી કમલેશભાઈ ભટ્ટ, શ્રી નીતિનભાઈ ઓઝા, શ્રીસજ્જનભાઈ મુરારકા, શ્રી સમીમભાઈ રીઝવી, શ્રી દિલીપભાઈ ભંડારી, શ્રી દામોદરભાઈ પારેખ, પૂર્વ પ્રમુખશ્રી શિવદાશન, શ્રી હેમંતભાઈ મંડોલી સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી.

Related posts

વાપી નગપાલિકાનાં ચીફ ઓફિસર અને પ્રમુખે લીધેલી સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપીની મુલાકાત

vartmanpravah

દમણગંગા નદીનો કિનારો અત્‍યંત પ્રદૂષિત : ગણેશ મહોત્‍સવમાં સફાઈ અભિયાનની વાહવાહી પોકળ સાબિત થઈ

vartmanpravah

દમણના રાજસ્‍થાની સમાજ દ્વારા શ્રી બાબા રામદેવજીની ધ્‍વજયાત્રા નિકળી

vartmanpravah

દાનહ ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.3ની પેટા ચૂંટણી માટે 17મી ઓક્‍ટોબરના રોજ થશે મતદાન

vartmanpravah

દાનહ વન્‍યજીવ અભ્‍યારણ જંગલ અતિક્રમણ બાબતે કોર્ટ દ્વારા ચુકાદો: જંગલની જમીન પર ગેરકાયદેસર નિર્માણ કરનાર ધાકલ તુમણાને રૂ.૨૦૦૦ અથવા બે મહિનાની સખ્ત કેદ

vartmanpravah

ચીખલીના ખૂંધ ગામે આદર્શ નિવાસી શાળામાં 40 જેટલી વિદ્યાર્થીનીઓ અચાનક તબિયત લથડી

vartmanpravah

Leave a Comment