January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી લખમદેવ તળાવમાં ગાંધી જયંતિએ સફાઈ કામગીરીમાં વેઠ ઉતારાઈ : કચરાના ઢગલા યથાવત રખાયા

100 જેટલા સફાઈ કામદારોની 9 જેટલા ટ્રેક્‍ટર ટેમ્‍પોની ફોજ ઉતરેલી,ગ્‍લોઝ પહેરી સફાઈની વિડીયોગ્રાફી કરી ઔપચારિકતા પુરી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપીમાં છેલ્લા 15 દિવસથી સફાઈ પખવાડીયાને ઉજવણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં સફાઈ ઓછી અને દેખાડા વધુ પડતા થઈ રહેલાનું જોવા મળી રહ્યું છે. તેવી ચોંકાવનારી ઘટના વાપી લખમદેવ તળાવમાં ગાંધી જયંતિએ આયોજીત થયેલ સફાઈ કામગીરીમાં જોવા મળી હતી.
વાપી લખમદેવ તળાવમાં ગાંધી જયંતિના દિવસે સવારે 7 વાગે 100 જેટલા સફાઈ કામદારો તથા મુકદમ સાથે 9 જેટલા ટ્રેક્‍ટર ટેમ્‍પોનો કાફલો ઉતારી દેવાયો હતો. સફાઈ કામગીરીની બરાબર વિડીયોગ્રાફી થઈ રહી હતી, હેન્‍ડ ગ્‍લોઝ પહેરી ફોટો સેશનની પણ કામગીરી એટલી જ પુર જોશમાં ચાલી રહી હતી. બે-એક કલાકમાં સફાઈ અભિયાન કામગીરી પુર્ણ કરી દેવામાં આવી. પાંદરા-છોડની સફાઈ કરીને એકત્ર કરાયેલ કચરાના ઢગલા યથાવત ત્‍યાં જ છોડી દેવાયા હતા. કોઈ જાગૃત નાગરિકને ધ્‍યાને આવતા ફોટોગ્રાફી કરી વાયરલ કરી ત્‍યારે ખબર પડી કે આ તો ગાંધી જયંતિના નામે સફાઈ કામગીરીની ઔપચારિકતા પુરી કરાઈ છે. સફાઈ કે વિકાસની કામગીરી શો-બાજી ન થવી જોઈએ. જમીની કામગીરી થવી જોઈએ તેવુ વાપીના નગરજનો ઈચ્‍છી રહ્યા છે.

Related posts

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

ઉમરસાડી ગામે પત્‍નીના વીરહમાં પતિએ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ઉમરગામના અંકલાસ ખાતે જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીની પ્રોબેશનરી આઈએએસ પ્રસન્નજી કૌરે લીધી મુલાકાત

vartmanpravah

વલસાડના રોલા ગામના નિવૃત્ત શિક્ષકે રાષ્‍ટ્રીય માસ્‍ટર એથ્‍લેટિકમાં સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો

vartmanpravah

Leave a Comment