October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશન ઉપર ચાલુટ્રેનમાં ચઢવા જતા પડી ગયેલા મુસાફરનો દેવદૂત બની કોન્‍સ્‍ટેબલે જીવ બચાવ્‍યો

અંકલેશ્વર નિવાસી અલ્‍પેશ રમણભાઈ ટ્રેનમાં ચઢતા પડી ગયા હતા, જી.આર.પી. જવાન યોગેશ જગુભાઈએ દોડી જીવ બચાવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી રેલવે સ્‍ટેશન ઉપર ગુરૂવારે સાંજે દિલધડક ઘટના ઘટી હતી. ચાલુ થઈ ગયેલી ટ્રેનમાં અંકલેશ્વરનો પ્રવાસી ચઢવા જતો હતો ત્‍યારે પગ લપસી લડતા નીચે ટ્રેનના પાટા ઉપર ઘૂસી જાય તે પહેલા હાજર જી.આર.પી. જવાને દેવદૂત બની મુસાફરને બચાવી લીધો હતો.
વાપી રેલવે સ્‍ટેશન ઉપર ગુરૂવારે મોડી રાત્રે દિલધડક ઘટના બની હતી. પ્‍લેટફોર્મ ઉપરથી અમદાવાદ તરફ જઈ રહેલી ચાલુ ટ્રેનમાં ચઢવાની અંકલેશ્વરના નિવાસી મુસાફર અલ્‍પેશ રમણભાઈએ કોશીશ કરી હતી. પરંતુ તેમનો પગ લપસી જતા ટ્રેનમાંથી નીચે પટકાયા હતા ત્‍યાં ફરજ ઉપર હાજર જી.આર.પી. પોલીસ કોન્‍સ્‍ટેબલ યોગેશ જગુભાઈની નજર પડતાની સાથે જ બાજ ઝડપે દોડી જઈને અલ્‍પેશભાઈ રેલવે પાટા ઉપર સરકી જાય તે પહેલાં દેવદૂત બનીને ખેંચી લઈ મુસાફર અલ્‍પેશભાઈનો જીવ બચાવ્‍યો હતો. પ્‍લેટફોર્મ ઉપર હાજર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ પોલીસ જવાનની સમય સુચકતા આધિન એક કરૂણાંતિકા ઘટતા ઘટતા અટકી ગઈ હતી.

Related posts

વાપી ડુંગરામાં પાલિકાએ પાણી યોજના માટે લીધેલી આંબાવાડી વાળી જમીનમાં કેમિકલ વેસ્‍ટની સાઈટ નિકળી

vartmanpravah

vartmanpravah

કપરાડાની અંભેટી પ્રાથમિક અને માધ્‍યમિકશાળાઓમાં નેશનલ હેલ્‍થના મિશન ડાયરેક્‍ટર આઈએએસ રેમ્‍યા મોહનની ઉપસ્‍થિતિમાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાયો

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન સંપન્ન

vartmanpravah

નશામુક્‍તિના ઉદ્દેશ્‍ય સાથે 6 હજાર કિમીની દોડ ઉપર નીકળેલા રૂપેશ મકવાણા વલસાડ પહોંચ્‍યા

vartmanpravah

દેશના પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદીમુર્મુ રાષ્‍ટ્રપતિ પદે વિજયી થતાં પારડી-ધરમપુરમાં વિજ્‍યોત્‍સવની ઉજવણી

vartmanpravah

Leave a Comment