October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

સંઘપ્રદેશ પ્રશાસને ત્રણ સપ્તાહની અંદર સંદીપ કુમાર સિંઘને રિલીવ કરવો જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 10

દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રી સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહમંત્રાલયે સ્‍વીકાર કરી તેમની કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍તિ કરી હોવાનો ઓફિસ મેમોરેન્‍ડમ આજે ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્‍યો છે.

દાદરા નગર હવેલીના કલેક્‍ટર તરીકે શ્રી સંદીપ કુમાર સિંઘને પ્રશાસન દ્વારા રિલીવ કરાયા બાદ તેઓ પોતાની નવી જવાબદારી સંભાળશે.

શ્રી સંદીપ કુમાર સિંઘને સંઘપ્રદેશ પ્રશાસને ત્રણ સપ્તાહની અંદર રિલીવ કરવો પડશે. કારણ કે, જો ત્રણ સપ્તાહની અંદર રિલીવ નહીં કરાયા તો કાર્મિક અને તાલીમ વિભાગના તા.17મી ઓગસ્‍ટ, 2005ના સરક્‍યુલર મુજબ સેન્‍ટ્રલ સ્‍ટાફિંગ સ્‍કીમની પ્રક્રિયામાંથી તેમને દૂર કરવામાં આવશે.

Related posts

વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ કોણ? રાજકીય સસ્‍પેન્‍સનો અંત : નવા હોદ્દેદારો જાહેર

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો ભવ્‍ય વિજય

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર યુવતિએ બે બે વાર આપઘાતનો પ્રયાસ કર્યા : જી.આર.ડી.એ ઉગારી લીધી

vartmanpravah

દાનહના બેડપા સરકારી શાળાના બાળકોએ ખાનવેલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

vartmanpravah

Leave a Comment