October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના તાલુકાના સુથારપાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 5368 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તા.04 ઓક્‍ટોબરના રોજ કપરાડા ધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્‍થિતિમાં સુથારપાડા ખાતે યોજાયેલા ગ્રામ્‍ય વિસ્‍તારના કાર્યક્રમમાં વિવિધ સરકારી સેવાઓનો અનેક લોકોએ લાભ મેળવ્‍યો હતો. આ કાર્યક્રમમાં કુલ અરજદારો વિવિધ સેવાઓ માટે જુદા જુદા વિભાગોના સ્‍ટોલ મુકવામાં આવ્‍યા હતા અને ત્‍યાં અધિકારીઓ/કર્મચારીઓએ ઉપસ્‍થિત રહી સેવા પુરી પાડી હતી. કાર્યક્રમમાં 5368 જેટલી વિવિધ રજૂઆતો મળી હતી જે તમામ રજૂઆતોનો સ્‍થળ પર જ હકારાત્‍મક નિકાલ કરવામાં આવ્‍યો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં 7/12 અને 8-અના 3316,રસીકરણના 798, જાતિ પ્રમાણપત્ર 322, રાશન કાર્ડ નામ દાખલ-કમી કરવાની 255, રાશનકાર્ડ અપડેશન 36, ડિવર્મીંગ 177, હેલ્‍થ વેલનેસ કાર્ડ્‌ની 184, મેડીસીન સારવાર 107, જન્‍મ મરણ દાખલાના પ્રમાણપત્રની 25, પશુ સારવાર 19, તેમજ આધાર કાર્ડ નોંધણીની, આવકના દાખલાની, રાશનકાર્ડ ફૂ-ધ્‍ળ્‍ઘ્‍, ભીમ એપ, કેશલેસ લિટરેસી, પીએમ કિસાન પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન, નવા ઘરેલું વીજ જોડાણ, પીએમ સ્‍વનિધિ, પી.એમ.જે.મા(અરજી)ની, બસ પાસ, આધાર નોંધણી, વ્‍યવસાય વેરો, ગુમાસ્‍તાધારા, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા સહાય, નોના ક્રીમિલેયર પ્રમાણપત્ર, વૃદ્ધ પેન્‍શન, નમોશ્રી યોજના, ઉંમરનો દાખલો, વારસાઈ અરજીની સાથે બીજી યોજનાઓની 129 અરજીઓ મળી કુલ 5368 રજૂઆતો થઈ હતી. આ તમામ રજૂઆતોનો સ્‍થળ ઉપર જ હકારાત્‍મક નિકાલ કરવામાં આવ્‍યો હતો.

Related posts

દેગામમાં વારી કંપનીના સ્‍ક્રેપ કોન્‍ટ્રાક્‍ટ બાબતે બે કોન્‍ટ્રાક્‍ટરો વચ્‍ચે બબાલઃ મામલો પોલીસ મથકે પહોંચ્‍યો

vartmanpravah

વલસાડ ખાણ ખનીજ ટીમનો સપાટો : ઓવરલોડ રેતી ભરેલી ચાર ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી

vartmanpravah

લવાછામાં નવા પોલીસ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય પર જય ગુરૂદેવનું શાકાહારી સંમેલનનું આયોજન કરાયુ

vartmanpravah

ફકત એક વર્ષનાટૂંકા ગાળામાં પારડી પોલીસે રૂા.2,03,47,790નો 1,75,976 નંગ દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

વર્ષોથી 586 કરોડની કપરાડા વિસ્‍તારની અસ્‍ટોલ પાણી યોજના કાગળ ઉપર જ

vartmanpravah

Leave a Comment