April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં તહેવારો અંતર્ગત પોલીસે બેંક, આંગડીયા, વેપારી એસો. જ્‍વેલર્સના કર્મચારીઓ સાથે મિટિંગ યોજી

તહેવારોની ભીડભાડમાં ચોર-ખિસ્‍સા કાતરુ, લૂંટ
સહિતના ગુના આચરવા સક્રિય બને છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપીમાં આગામી દિવાળી તહેવારો આવી રહ્યા છે તેને ધ્‍યાને લઈને પોલીસે બેંક, આંગડીયા, જ્‍વેલર્સ સહિત વિવિધ વેપારી સંગઠનો સાથે મિટિંગ યોજી હતી. વેપારીઓને સલામતિ માટે સતર્કતા અંગે કેવા કેવા પગલા ભરવા તેની પોલીસ અધિકારીઓ વિસ્‍તૃત જાણકારી આપી હતી.
નાયબ પોલીસ વડા બી.એન. દવે સહિત પી.આઈ. પી.એસ.આઈ. સહિતના ઉચ્‍ચ અધિકારીઓએ દિવાળીના તહેવારો અંગે ચોર, ખિસ્‍સા કાતરુ, લૂંટ-ધાડ કરતા ગુનાહીત તત્ત્વો ભીડભાડમાં સક્રિય રહેતા હોય છે તે માટે સલામતિના પગલા ભરવા માટે ખાસ મિટિંગનું આયોજન કર્યું હતું. બેઠકમાં બેંકોના કર્મચારી, આંગડીયા, વેપારી એસોસિએશન અને જ્‍વેલર્સ ઉપસ્‍થિત રહ્યા હતા. પોલીસે જણાવ્‍યું હતચું કે, પેઢી કે દુકાનમાં કામ કરતા કર્મચારીઓનોરેકર્ડ રાખવો, આપણી દુકાન સહિત આજુબાજુમાં સીસીટીવી કેમેરા સિસ્‍ટમ સહિત સિક્‍યોરિટી ગાર્ડની વ્‍યવસ્‍થા કરવા પોલીસે જરૂરી સુચનો આપ્‍યા હતા. જાહેર સલામતિ અંગે પોલીસને સહયોગ કરવા વિનંતી કરી હતી. ખાસ કરીને નાણાંકિય વહેવારો કરતી વખતે ખુબ જાગૃત અને સતર્ક રહેવું, ગ્રાહકોની ઓળખ રાખવી, સંકાસ્‍પદ ગ્રાહકોના સ્‍વાંગમાં આવતા ભીડભાડનો લાભ લેતા તત્ત્વો અંગે સાવધાની કેમ અને કેવી રીતે રાખવી તેનું વિસ્‍તૃત માર્ગદર્શન પોલીસ વિભાગે આપ્‍યું હતું.

Related posts

ઉદવાડા રેલવે ફાટક હવેથી પર્મેનેન્‍ટલી બંધ : વાહન ચાલકોએ મોતીવાડા અથવા બગવાડા પુલથી અવર જવર કરવી પડશે

vartmanpravah

અષાઢી મેઘતાંડવમાં વાપી પૂર્વ વિસ્‍તાર વરસાદી પાણીમાં ગરકાવ

vartmanpravah

વાપી ગોવિંદા કોમ્‍પલેક્ષમાં એગ્રીકલ્‍ચર બનાવટી દવાઓનું નેટવર્ક ઝડપાયું : 11.23 લાખનો મુદ્દામાલ જપ્ત : નવજ્‍યોત એગ્રો એન્‍ડ કેમીકલ ટ્રેડર્સના સંચાલક નવ કિશોર દુબેની ધરપકડ

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના આરોગ્‍ય કર્મચારીઓએ કોરોના દરમિયાન શનિ-રવિની રજાના દિવસોમાં બજાવેલ ફરજનો પગાર લાંબા સમયથી ન ચૂકવાતા કર્મચારીઓમાં જોવા મળેલી નારાજગી

vartmanpravah

દમણ બાલ ભવન બોર્ડ દ્વારા માતળભાષા દિવસના શુભ અવસર પર સંગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ ઐતિહાસિક સિદ્ધિ : ત્રીજા સેમિસ્‍ટર પરીક્ષામાં જીટીયું ટોપ ટેનમાં 3 વિદ્યાર્થી

vartmanpravah

Leave a Comment