September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરના બાળકોએ જી.કે. આઈકયુ 2024 ની પરીક્ષા આપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વિકાસ વર્તુળ ટ્રસ્‍ટ, ભાવનગર આયોજિત સામાન્‍યજ્ઞાન બુધ્‍ધી કસોટી (ઞ્‍ધ્‍-ત્‍મ્‍) -2024 માં શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના ધો.5 થી 8 ના 58 બાળકોએ તા.5/10/2024 ને શનિવારના રોજ વાપી સલવાવ સેન્‍ટર પર પરીક્ષા આપી હતી.
વિકાસ વર્તુળ ટ્રસ્‍ટ, ભાવનગર દ્વારા રાજ્‍યવ્‍યાપી સામાન્‍ય જ્ઞાન બુધ્‍ધી કસોટી- (ઞ્‍ધ્‍-ત્‍મ્‍)2024 ની પરીક્ષાનું આયોજન થયું હતું. જેમાં મેં. ટ્રસ્‍ટી. પૂ. કપીલ સ્‍વામીના દિશાસૂચન, ડાયરેક્‍ટર ડો. શૈલેશ લુહાર તથા ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય અને આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના ધો.5 થી 8 ના 58 બાળકોએ ભાગ લીધો હતો. આજના આ સ્‍પર્ધાત્‍મક યુગમાં બાળકોમાં પાઠ્‍યપુસ્‍તક શિક્ષણ ઉપરાંત બાહ્ય સામાન્‍ય જ્ઞાનમાં વધારો થાય અને પ્રાથમિક કક્ષાથી જ ભવિષ્‍યમાં આવનાર વિવિધ એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ, સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટે સજ્જતા કેળવે તે ઉદેશ્‍યથી આ પરીક્ષાનું આયોજન થતું હોય છે. આ પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન, તર્કશાષા,અર્થશાષા,, બેન્‍કિંગ, કોમ્‍પ્‍યુટર જેવા વિષયો આવરી લેવામાં આવે છે. આ પરીક્ષા જાગૃત વાલીઓએ સહકાર આપી પોતાના બાળકોને આ પરીક્ષા માટે પ્રોત્‍સાહિત કર્યા તે બાબત પણ નોંધનીય બની રહી હતી. સમગ્ર પરીક્ષા શંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Related posts

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

દાનહઃ કાયમ સિન્‍થેટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા વન વિભાગે કરેલી ધરપકડ : અજગરને મારી નાંખનાર ચારેય આરોપીઓને 23ઓક્‍ટોબર સુધીની જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

વાપી જીઆઈડીસી ચણોદ કોલોનીના નાકે જાહેર રોડની ખુલ્લી ગટરમાં બાઈક ચાલક યુવાન ખાબક્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં નવા રેશનીંગ કાર્ડ બનાવવાની કામગીરીમાં વેઠ

vartmanpravah

ધરમપુર તાન નદીમાં ન્‍હાવા પડેલા 14 વર્ષિય કિશોર ડૂબી જતા કરૂણ મોત: ગમગીની છવાઈ

vartmanpravah

દાનહઃ નેશનલ હેલ્‍થ મિશનના એકાઉન્‍ટન્‍ટે રૂા.42.50 લાખનું કરેલું ગબન

vartmanpravah

Leave a Comment