October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ મહિલા મંડળ દ્વારા 1988થી આજપર્યંત શેરી ગરબા દ્વારા પરંપરા અને સંસ્‍કૃતિનું થઈ રહેલું જતન

શેરી ગરબામાં નાની બાળાઓથી લઈ 80 વર્ષના વૃદ્ધાઓ પણ જમાવી રહેલા રમઝટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણ મહિલા મંડળ દ્વારા નવરાત્રિના મહાપર્વ નિમિત્તે આદ્યશક્‍તિ માઁ અંબા માતાજીના શેરી ગરબાનું આયોજન કર્યું હતું. નવરાત્રિના ત્રીજા દિવસે માતાજીના નવ સ્‍વરૂપમાં માતા ચન્‍દ્રઘંટા દેવીની પૂજા-અર્ચના અને આરતી કરી બહેનોએ ખુબ જ આનંદથી શેરી ગરબાની રમઝટ મચાવી મહોત્‍સવની ઉજવણી કરી હતી.
બહેનોની સંસ્‍થા મહિલા મંડળે દમણ ખાતે પોતાના ભવનનું નિર્માણ 1988ના વર્ષમાં કર્યું હતું. ત્‍યારથી આજપર્યંત નવરાત્રિમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળાઓથી લઈ 80 વર્ષના વૃદ્ધા સુધી દરેક ઉંમરની બહેનો ગરબા રમી માતૃશક્‍તિની આરાધના કરે છે. વિસરાતા ગરબાની વિરાસતનેજીવંત રાખવાનો આવકારદાયક પ્રયાસ શેરી ગરબાના માધ્‍યમથી દમણ મહિલા મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે. નામશેષ થઈ જવાના આરે ઉભેલા શેરી ગરબાને બહેનોએ પરંપરાગત રીતે પ્રારંભ કરી સંસ્‍કૃતિને જાળવી રાખવા બદલ વડિલ બહેનોને ધન્‍યવાદ અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Related posts

પારડી ભેસલાપાડામાં ખોટી નંબર પ્‍લેટ કારમાં લગાવીને કથિત ગૌમાંસ હેરાફેરી કરતો એક ઝડપાયો : બે ફરાર

vartmanpravah

પ્રમુખ ગાર્ડન સોસાયટીમા ગણગૌર ઉત્‍સવમાં છવાયો રાજસ્‍થાની લોકરંગ

vartmanpravah

બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્‍માતો

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

vartmanpravah

68મી નેશનલ સ્‍કૂલ ગેમ્‍સ (અંડર 17) ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટ-2024-25 યજમાન કેન્‍દ્ર શાસિત પ્રદેશની છોકરાઓની ટીમે ગ્રુપ સ્‍ટેજની ત્રણેય મેચોમાં ઐતિહાસિક જીત હાંસલ કરીને પ્રથમ વખત ક્‍વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

vartmanpravah

Leave a Comment