October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડીઆરઆઈએ ઉમરગામ જીઆઈડીસી ખાતે સિન્‍થેટિક સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્‍પાદન સાથે સંકળાયેલા અન્‍યફેક્‍ટરી સેટઅપનો કરેલો પર્દાફાશ

ઉમરગામ જીઆઈડીસીની સૌરવ ક્રિએશન્‍સ નામની કંપનીમાંથી 17.3 કિલો મેફેડ્રોન મળી આવ્‍યોઃ ત્રણ વ્‍યક્‍તિઓની ધરપકડ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
અમદાવાદ, તા.૦૯:
ડીઆરઆઈ દ્વારા પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે, ડીઆરઆઈ સુરત અને વાપીની ટીમોએ મંગળવારે 08.10.2024ના રોજ નાર્કોટિક્‍સ ડ્રગ્‍સ એન્‍ડ સાયકોટ્રોપિક સબસ્‍ટન્‍સ (એનડીપીએસ) એક્‍ટ, 1985 હેઠળ ગુજરાતના જીઆઈડીસી ઉંમરગામ અને દેહરી, વલસાડ જિલ્લાના વિવિધ સ્‍થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
મેફેડ્રોનના ગેરકાયદે ઉત્‍પાદન સાથે સંકળાયેલા મેસર્સ સૌરવ ક્રિએશન્‍સ નામની ઉંમરગામ જીઆઈડીસીમાં આવેલી ફેક્‍ટરી શોધી કાઢવામાં આવી હતી. વલસાડની ફોરેન્‍સિક સાયન્‍સ લેબની ટીમે ફેક્‍ટરીમાં મળી આવેલા શંકાસ્‍પદ સાયકોટ્રોપિક પદાર્થમાં મેફેડ્રોનની હાજરીની પુષ્ટિ કરી હતી. ફેક્‍ટરીમાંથી પ્રવાહી સ્‍વરૂપે કુલ 17.3 કિલો મેફેડ્રોન મળી આવ્‍યો હતો. આ ઓપરેશનમાં સીઆઈડી, ગુજરાતની નાર્કોટિક સેલની ટીમે મદદ કરી હતી.
યુનિટમાંથી જપ્ત કરાયેલા સાયકોટ્રોપિક પદાર્થની ગેરકાયદે બજાર કિંમત આશરે રૂા. 25 કરોડ હોવાનું જાણવા મળ્‍યું છે. એનડીપીએસ એક્‍ટ, 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ તમામ જપ્ત કરાયેલા પદાર્થો જપ્ત કરવામાં આવ્‍યાછે.
એનડીપીએસ એક્‍ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ત્રણ વ્‍યક્‍તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ ચાલુ છે.
આ ઓપરેશન સિન્‍થેટીક દવાઓના વધતા ઉપયોગ અને આ દવાઓના ઉત્‍પાદનમાં ઔદ્યોગિક એકમોના દુરુપયોગ અને આવા રેકેટનો પર્દાફાશ કરવા માટે ડીઆરઆઈના સતત પ્રયાસો પર પ્રકાશ પાડે છે.

Related posts

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્‍વાસ્‍થ્‍ય અને આરોગ્‍ય સુરક્ષા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબ દ્વારા આંબોલીમાં 27મીના રવિવારે આંખોની નિદાન શિબિર યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

vartmanpravah

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી 108 ની ટીમની પ્રસંશનિય કામગીરી

vartmanpravah

નવરાત્રિ દરમિયાન વરસાદથી બચવા સેલવાસમાં વોટરપ્રૂફ ડોમ સાથે ગરબા રમવાની વ્‍યવસ્‍થા ઉભી કરાઈ

vartmanpravah

Leave a Comment