Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગત સપ્તાહે દિલ્‍હીની મુલાકાતે આવેલા માલદીવ્‍સના રાષ્‍ટ્રપતિની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં લીધેલી સૌજન્‍ય મુલાકાત

માલદીવ્‍સની પડોશમાં આવેલા લક્ષદ્વીપે પણ પ્રવાસન ક્ષેત્રે લગાવેલી ઊંચી છલાંગઃ આવતા દિવસોમાં વૈશ્વિક પ્રવાસનનું પણ કેન્‍દ્ર બનવા તરફ લક્ષદ્વીપની આગેકૂચ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.10 : તાજેતરમાં દિલ્‍હીની મુલાકાતે આવેલા માલદીવ્‍સના રાષ્‍ટ્રપતિ શ્રી મોહમ્‍મદમુઈજ્જુની સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં શુભેચ્‍છા મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જાન્‍યુઆરી, 2024ના પ્રારંભમાં લીધેલી લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન બંદરોના વિકાસની સાથે માળખાગત સુવિધા વધારવા બતાવેલી પ્રતિબધ્‍ધતા, ટુના મચ્‍છીની નિકાસ સહિત આઈસ પ્‍લાન્‍ટ અને સી-ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રે વધેલી સંભાવનાની પણ નોંધ લીધી હતી.
અત્રે યાદ રહે કે, માલદીવ્‍સની પડોશમાં આવેલા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપે પણ પ્રવાસન ક્ષેત્રે ઐતિહાસિક ગતિ આદરી છે. જેના કારણે પ્રવાસનની દૃષ્‍ટિએ લક્ષદ્વીપને પોતાના હરિફ તરીકે માલદીવ્‍સ જોઈ રહ્યું છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં માલદીવ્‍સના રાષ્‍ટ્રપતિ સાથેની મુલાકાત ખુબ જ મહત્ત્વની માનવામાં આવે છે.
આવતા દિવસોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદથી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપ સહિતના કેન્‍દ્ર શાસિત પ્રદેશોનો દરેક ક્ષેત્રે ઓલરાઉન્‍ડ વિકાસનો વિશ્વાસ મજબૂત બન્‍યો છે.

Related posts

શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન શાહના નામની જાહેરાત થતા સન્‍માન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ગીતાનગર રહેણાંક વિસ્‍તારમાં કુટણખાનુ ઝડપાયું : સ્‍થાનિકોએ હલ્લાબોલ મચાવ્‍યો

vartmanpravah

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

2024ના નવા વર્ષને વધાવવા દાદરા નગર હવેલીમાં ઉમટી પડેલું યુવાધન

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

વલસાડ પટેલ સમાજ દ્વારા તિથલમાં સર્વ પ્રથમ વાર મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah

Leave a Comment