September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપે મદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : ભારત દેશ માટે બુધવારની રાતે શોક અને આઘાત આપતા સમાચાર મળ્‍યા હતા. દેશના મહાન ઉદ્યોગપતિ અને ટાટા સામ્રાજ્‍યના હામી એવા પદ્મવિભૂષણ શ્રી રતન તાતાનું મુંબઈની બ્રિચ કેન્‍ડી હોસ્‍પિટલમાં અવસાન થયું હતું. પદ્મવિભૂષણ સ્‍વ. રતન ટાટા ભારત દેશનું રતન હતા. સમાચાર બાદ આખો દેશ શોકમગ્ન બન્‍યો હતો. સોશિયલ મીડિયાથી લઈ ન્‍યુઝચેનલમાં રતન ટાટા માટે અકલ્‍પનીય શ્રધ્‍ધાંજલી દૌર શરૂ થઈ ગયો હતો.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપે પણ દિવંગત પદ્મવિભૂષણ અને મહાન ઉદ્યોગપતિ દાનવીર સ્‍વ. રતન તાતાને ભાવભરી શ્રધ્‍ધાંજલી આપવામાં આવી હતી.
આ અવસરે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, ઉપાધ્‍યક્ષ શ્રી મહેશ આગરિયા, પારસી સમાજના આગેવાન અને દમણ નગરપાલિકાના પ્રમુખ અને દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયા, દમણ નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, કિસાન મોરચાના ઉપ પ્રમુખ શ્રી ધનસુખ પટેલ, પ્રદેશ અલ્‍પસંખ્‍યક મોરચાના મહામંત્રી શ્રી વસી સૈયદ, દમણ ન.પા. કાઉન્‍સિલર શ્રીમની જસવિંદર કૌર, પ્રદેશ ભાજપ કોષાધ્‍યક્ષ શ્રી રજનીકાંત ટંડેલ વગેરે નાની દમણ સ્‍થિત પારસી અગિયારીમાં સ્‍વ. રતન તાતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Related posts

નાના વાઘછીપામાં દોઢ વર્ષની માસુમ બાળકી પાણી ભરેલ ડોલમાં ઊંધી પડતા કરુણ મોત

vartmanpravah

યુ.કે.ના લેસ્‍ટરમાં પાકિસ્‍તાનીઓ દ્વારા દમણ-દીવ સહિત ભારતીય હિન્‍દુ સમુદાય ઉપર થઈ રહેલા હૂમલાના વિરોધમાં દમણ ખાતે યોજાયેલી વિશાળ મૌન રેલી

vartmanpravah

સેલવાસ ન.પા. સભ્‍ય દ્વારા રીંગ રોડ ચાર રસ્‍તા પર બેરેક લગાવવા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ

vartmanpravah

જનતા દળ(યુ) શાસિત દાનહ જિ.પં.ના 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાના પ્રસ્‍તાવને પ્રશાસને આપેલી મંજૂરી

vartmanpravah

વાપી તાલુકા પંચાયતનાં એટીડીઓ ભરતભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન: સંવેદનશીલ અને લોકાભિમુખ વહીવટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશેઃ જીતેન્‍દ્ર ટંડેલ

vartmanpravah

કોંગ્રેસ સાથે વફાદારીપૂર્વક અત્‍યાર સુધી રહ્યા હોત તો પ્રદેશને ક્‍યારનીય વિધાનસભાની ભેટ મળી હોતઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

Leave a Comment