October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિકાસ સપ્તાહ અંતર્ગત પારડીના રોહિણામાં આયુષ્‍માન આરોગ્‍ય શિબિર યોજાઈઃ 309 દર્દીએ લાભ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામે સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં તા.11 ઓકટોબર 2024ને શુક્રવારના રોજ આયુષ્‍યમાન આરોગ્‍ય શિબિર (સર્વ રોગ નિદાન કેમ્‍પ)નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો 309 દર્દીઓએ લાભ લીધો હતો. સવારે 09.30 થી સર્વ રોગ નિદાન કેમ્‍પ શરૂ થયો હતો. જેમાં બી.પી., ડાયાબીટીસ, આંખના રોગો, દાંતને લગતી સમસ્‍યા, સ્‍કીનને લગતી સમસ્‍યા, બાળકોના ડોકટર, હાડકાના ડોકટર અને અન્‍ય રોગની તપાસ કરવામાં આવી હતી.
કેમ્‍પમાંસ્ત્રી રોગ સબંધિત નિદાન સારવારની સાથે ટી.બી. મેલેરીયા, ડેન્‍ગ્‍યુ, ચીકનગુનિયા તથા આયુષ તબીબો દ્વારા વિશેષ માર્ગદર્શન તથા સેવાઓ આપવામાં આવી હતી. લાભાર્થી દર્દીઓને યોગા/મેડિટેશન-ધ્‍યાન/માનસિક આરોગ્‍ય બાબતે આરોગ્‍ય શિક્ષણ આપવામાં આવ્‍યું હતું. સાથે વિવિધ આરોગ્‍યલક્ષી સ્‍ટોલ મારફતે ચેપી/બિનચેપી રોગો, પોષણ, સ્‍વચ્‍છતા તથા અન્‍ય આરોગ્‍યલક્ષી યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી હતી. રોહિણા સીએચસીના અધિક્ષક ડો. હિનાબેન પટેલ, તાલુકા હેલ્‍થ ઓફિસર ડો.પ્રકાશ રાઠોડ,જિલ્લા આરોગ્‍ય શાખાના માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજ પટેલ અને સિવિલના તબીબો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સ્‍વયંસેવક દિવસ નિમિત્ત ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા સ્‍વિમિંગની તાલિમ પૂર્ણ કરાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના 285 કેસ નોધાયાં : 1470 ઍકટિવ કેસ

vartmanpravah

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

vartmanpravah

ચીખલી સેવા સદનમાં પ્રાંત અધિકારીની અધ્‍યક્ષતામાં પ્રિ-મોન્‍સૂન બેઠક મળી : આગામી 1-જૂનથી કન્‍ટ્રોલ રૂમ શરૂ કરાશે

vartmanpravah

લોકોમાં સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ લાવવા અને સામુદાયિક ભાગીદારી સાથે જાહેર સ્‍થળોની સ્‍વચ્‍છતા સુનિશ્ચિત કરવાના હેતુથી દાનહમાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવા-2024” પ્રેકૃતિ સ્‍વચ્‍છતા થીમ હેઠળ ધાર્મિક સ્‍થળો, પ્રવાસન સ્‍થળો અને જાહેર માર્ગોની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ઇન્‍ટર હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment