Vartman Pravah
Breaking Newsદમણ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમનો આરંભ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકના એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયા દંપત્તિએ સજોડે પૂજા-અર્ચના સાથે કરાવેલી શરૂઆત
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 13
દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમના આરંભ પ્રસંગે આજે મોટી દમણ શાખામાં પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયા અને તેમના ધર્મપત્‍ની સાથે સજોડે બેસી પૂજાવિધિ સંપન્ન કરી હતી.
દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની મોટી દમણ શાખાનો આરંભ તા.15.05.1989ના રોજ ભાડાના મકાનમાં કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ 28મી ઓક્‍ટોબર, 2006ના રોજ બેંક દ્વારા પોતાની માલિકીનું મકાન ખરીદી સ્‍થળાંતર કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ બેંકની ઉત્તરોત્તર પ્રગતિ થતાં વધેલી જરૂરિયાત અને ઉત્તમ ગ્રાહક વર્ગની જાળવણી જેવા પરિબળોને ધ્‍યાનમાં લઈ સરકારશ્રી દ્વારા નિયુક્‍ત બેંકના એડમિનિસ્‍ટ્રેટર દ્વારા શાખાના નવીનિકરણની કામગીરી હાથ ધરી હતી. જે આજે પૂર્ણ થતાં બેંકના ગ્રાહકો અને શેર હોલ્‍ડરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
છેલ્લા એકકરતા વધુ વર્ષથી બેંકનો વહીવટ સરકારશ્રી દ્વારા નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયાએ સંભાળતા એમના કાર્યકાળ દરમિયાન થાપણવૃદ્ધિ, લોનવૃદ્ધિ, છેલ્લા 3 દાયકાથી પણ વધુ જૂની બાકી લેણાંની વસૂલાત તથા બેંકની નફાકારકતાને ઐતિહાસિક સ્‍તરે પહોંચાડવાનું ઉમદા કાર્ય પાર પડયું છે. આજે મોટી દમણ શાખામાં નવા લોકર રૂમનું પણ નિર્માણ કરવામાં આવતાં તે માનવંતા ગ્રાહકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

Related posts

ગુજરાતના 22 નગરોને કોર્પોરેશનનો દરજ્‍જો આપવાની વિચારણાઃ જેમાં વાપીનો પણ સમાવેશ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પોલીસ દ્વારા ડીડ મોબાઈલ એપ લોન્ચ કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલની સ્વપ્નદ્રષ્ટા પહેલની ફળશ્રુતિ રૂપે સેલવાસના જૂના સચિવાલય સંકુલમાં 6 અને 7 ફેબ્રુઆરીએ નવા લેબર કોડ્‍સ અંગે વર્કશોપ યોજાશે

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

ચીખલી મલવાડા કાવેરી નદીમાં મૃત મરઘાં ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ અને પાણી દૂષિત થતાં સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

Leave a Comment