October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વંકાલમાં સહકારી મંડળીને ગૌચરણની જમીનમાં ગોડાઉન બાંધવા માટે ફાળવેલ જગ્‍યામાં શરત ભંગ થતા કલેક્‍ટર દ્વારા સરકાર હસ્‍તક પરત લઈ શીર પડતર હેડે દાખલ કરવાનો હુકમ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: વંકાલ ગામે જુના સર્વે નં-167 ના બદલાયેલા બ્‍લોક નં-646/1/પૈકીના નવા બ્‍લોક નં-26 ની0-15-19 હે.આરે-ચો.મી જમીન ગૌચરણની જમીનમાંથી ગોડાઉન બાંધવા માટે વંકાલ ગામની સેવા સહકારી મંડળીને વલસાડ જિલ્લા કલકેટર દ્વારા 8/8/1975 ની તારીખથી શરતોને આધીન ફાળવવામાં આવી હતી.
આમ ગોડાઉન બાંધવા માટે ફાળવેલી જગ્‍યામાં ગોડાઉન તથા ચાર જેટલી દુકાનોનું બાંધકામ કરી તેને ભાડાથી આપવામાં આવી હતી. આ અંગે સ્‍થાનિક આગેવાનો દ્વારા થયેલ રજૂઆતની તપાસ બાદ જિલ્લા કલેકટર દ્વારા 23-સપ્‍ટેમ્‍બર-24 ના રોજ વંકાલ સેવા સહકારી મંડળીને 1975 થી જે શરતોને આધીન આપવામાં આવી હતી. તે શરતો પૈકી શરત નં-2 નો ભંગ થયેલ હોય શરત નં-4 મુજબ સદર જમીન વિના વળતરે ઇમલા સહ સરકાર હસ્‍તક પરત લઈ સરકારી શીર પડતર હેડે દાખલ કરવા હુકમ કરવામાં આવ્‍યો છે.
વંકાલ સહકારી મંડળીના ચેરમેન નટવરભાઈ પટેલના જણાવ્‍યાનુસાર અગાઉના શાસકોએ નિયમોની જાણકારીના અભાવે અજાણતામાં કર્યું હશે. પરંતુ અમારા ધ્‍યાનમાં આવતા જ અમે ગોડાઉન ખાલી કરાવી દીધેલ છે. અમારી મંડળી હંમેશા ખેડૂત સભાસદોના હિતમાં કામ કરી રહી છે અને હાલે જમીન સરકાર હસ્‍તક પરત લેવાના જિલ્લા કલેકટરશ્રીના હુકમ સામે અમે મહેસુલ પંચમાં અપીલ કરી છે.

Related posts

દાનહમાં અનંત ચૌદશના દિને ધામધૂમથી અને ભીની આંખે બાપ્‍પાને આપવામાં આવી વિદાય

vartmanpravah

પતિ પત્‍ની વચ્‍ચેના સામાન્‍ય ઝઘડામાં સામરપાળાના 50 વર્ષીય આધેડે ઘર છોડ્‍યું : દસ દિવસ પછી પણ પિતા મળી ન આવતા પુત્રએ નોંધાવી ગુમ થયાની ફરિયાદ

vartmanpravah

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

Leave a Comment